જનરલ રાવતના મોત માટે ભારતને સુપર પાવર બનાવવા કરેલી આ પહેલ જવાબદાર ? જાણો કેમ ચાલી રહી છે આ અટકળ ?
મોત પાછળની અટકળોમાં એવું પણ કહેવાય છે કે ભારતે રાવતના નેજા હેઠળ સ્પેસ કમાન્ડની સ્થાપના પાછળ શરૂ કરેલી હલચલ પણ એક કારણ હોઈ શકે છે.
નવી દિલ્હીઃ ભારતના સીડીએસ જનરલ બિપિન રાવતનુ હેલિકૉપ્ટર ક્રેશ થવાના કારણે નિધન થઇ ગયુ છે. પરંતુ હવે તેમના અણધાર્યા મોત પાછળ અનેક પ્રકારના અટકળો વહેતી થઇ છે. ઇન્ડિયન એરફોર્સે ટ્વીટ કરીને કોપપણ જાતની અટકળ ના લગાવવા પણ અપીલ કરી છે, હાલમાં તપાસ ચાલી રહી છે અને બહુ જલ્દી સત્ય બધાની સામે આવશે. હવે મોત પાછળ ભારતના સંરક્ષણ નિષ્ણાત બ્રહ્મા ચેલાણીએ પણ તેના અંગે શંકા વ્યક્ત કરી છે.
મોત પાછળની અટકળોમાં એવું પણ કહેવાય છે કે ભારતે રાવતના નેજા હેઠળ સ્પેસ કમાન્ડની સ્થાપના પાછળ શરૂ કરેલી હલચલ પણ એક કારણ હોઈ શકે છે. આ સ્પેસ કમાન્ડ શું છે, ખરેખરમાં આ વાસ્તવમાં એર કમાન્ડ, નેવી કમાન્ડ અને આર્મી કમાન્ડ ત્રણ કમાન્ડ છે અને તેના સંયુક્ત કમાન્ડર તરીકે સૌપ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત હતા. હવે કોઈપણ લશ્કરી વડાની જેમ તેઓએ પણ ભારતની સુરક્ષા માટે આ જોઇન્ટ કમાન્ડથી પણ એક ડગલું આગળ જઈને સ્પેસ કમાન્ડ ઊભો કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ સ્પેસ કમાન્ડને પણ સીડીએસના નેજા હેઠળ ભવિષ્યમાં લાવી શકાય તે રીતે તૈયાર કરવાનો હતો. ખાસ વાત છે કે હવે જમીન પરની શક્તિ જ તમારા માટે મર્યાદિત નહીં રહે તમારે સ્પેસમાં પણ તાકાત બતાવવી પડશે, અને આ વાત સીડીએસ બિપીન રાવત સારી રીતે સમજી ચૂક્યા હતા. થોડાક સમય પહેલા જ સમયાર આવ્યા હતા કે ચીને સ્પેસમાં રહેલા સેટેલાઇટને ઉડાવ્યો હતો. ચીન હવે સ્પેસમાં પણ પણ પોતાના તાકાત વધારવા લાગ્યુ છે, અને આને ટક્કર આપવા ભારતે પણ તૈયારીઓ શર કરવી જોઇએ. કેમ કે ભવિષ્યમાં જે પણ યુદ્ધ થશે તે ફક્ત આકાશ, સમુદ્ર અને જમીન પૂરતુ મર્યાદિત નહી હોય, તેમા સ્પેસની ભૂમિકા પણ સૌથી વધારે મહત્ત્વની હશે, આ દિશામાં ડીઆરડીઓ અને ઇસરોની આગેવાની હેઠળ તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હોવાનું મનાય છે.
બિપિન રાવતે ભારતની સ્પેસ અને રિમૉટ સેન્સિંગ ટેકનોલૉજીનો ફાયદો સ્પેસ માટે ઉઠાવવા માંગતા હતા, અને ભારતને અંતરિક્ષમાંથી પણ રક્ષણ પૂરું પાડવા ઇચ્છતા હતા. તેમણે આ માટે સરકારને પણ તૈયાર કરી હોવાનું માનવામાં આવે છે. તેનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે એક સમયે ઇસરોનું માંડ હજાર કરોડ સુધીનું બજેટ વર્તમાન સરકારના આગમન પછી દસ હજાર કરોડને પણ વટાવી ગયું છે.
આ પહેલા 1990થી ભારતે અંતરિક્ષમાં હરણફાળ ભરવાની શરૃઆત કરી ત્યારથી 2014 સુધીમાં ઇસરોના 200 જેટલા વૈજ્ઞાનિકો શંકાસ્પદ મોતને વર્યા છે. ઇસરોના વૈજ્ઞાાનિકોના મોત અને સ્પેસ કમાન્ડ સાથે સંલગ્ન બાબતો જોઈએ તો તેમા ફક્ત રાવતનું મોત સૌથી છેલ્લુ થયું છે તેમ કહી શકાય.