શોધખોળ કરો
Advertisement
બુલંદ શહેર ગેંગરેપ: માયાવતીએ CM અખિલેશ પાસે માંગ્યુ રાજીનામું
નવી દિલ્લી: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપા પ્રમુખ માયાવતીએ સીએમ અખિલેશ યાદવનું રાજીનામું માંગ્યું છે. બુલંદ શહેરમાં શુક્રવારે બંદૂકની અણીએ કરેલા ગેંગરેપ પછી સંસદમાં પણ હંગામો થવાના અણસાર મળી રહ્યા છે. માયાવતીએ સંસદ સત્રમાં ભાગ લીધા પહેલા કહ્યું, “જો તમે લૉ ઑર્ડર નથી સંભાળી શકતા તો રાજીનામું આપી દો. જો યૂપી સંભાળી શક્તા ન હોય તો સીએમ પદની નૈતિકતાના આધારે રાજીનામું આપી દેવું જોઈએ. આ મારી સલાહ છે. આ ઘટનાથી સ્પષ્ટ થઈ ગયું કે યૂપીમાં કાયદાનું રાજ નથી, પરંતુ જંગલ રાજ ચાલી રહ્યું છે.” શુક્રવાર, 30 જુલાઈએ બુલંદ શહેરના નજીક બુકાનીધારીઓએ બંદૂકની અણીએ એક પરિવારને કારની બહાર કાઢીને મહિલા અને તેની પુત્રી ઉપર ગેંગરેપ કર્યો હતો. રવિવારે યૂપી પોલીસે દાવો કર્યો છે કે તેમને ત્રણ આરોપીઓને પકડી લીધા છે.
ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિદેશક જાવેદ અહમદ તુરંત મુખ્યમંત્રી અખિલેશના આદેશના કારણે બુલંદ શહેર જવા રવાના થઈ ગયા હતા. દિલ્લી- કાનપુર હાઈવે પર દોસ્તપુર ગામમાં થયેલી ઘટનામાં જાવેદે ધરપકડ કરેલા લોકોની ઓળખ નરેશ (25), બબલૂ (22) અને રઈસ (28)ના રૂપમાં કરી છે. તેમને કહ્યું કે, પોલીસે 15 લોકોની ધરપકડ કરી છે. આ તમામ લોકો આદિવાસી જાતિના છે. જ્યારે પકડાયેલા લોકોમાંથી બાવરિયા ગેંગના ત્રણ સભ્યોને પીડિતોએ ઓળખી લીધા છે. તમામ આરોપીઓ ઉપર કઠોર નેશનલ સિક્યોરિટી એક્ટની કલમો લગાવી ફરિયાદ નોંધવામાં આવી છે.
જ્યારે આ ઘટના પર હંગામો શરૂ થયો ત્યારે મુખ્યમંત્રી ઉંઘમાંથી જાગ્યા હોય તેમ બુલંદ શહેરના એસપી વૈભવ કિશન, એસપી સિટી રામમોહન સિંહ, સર્કિલ ઑફિસર (સદર) હિમાંશુ ગૌરવ અને કોતવાલી દેહાતના પોલીસ પ્રભારી રામસેન સિંહને બેદરકારી બદલ સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement