શોધખોળ કરો

સંસદમાં શરદ પવાર અને વડાપ્રધાન મોદી વચ્ચે થઇ મુલાકાત, જાણો બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઇ

Sharad Pawar Meets PM Modi: બંને વચ્ચે આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે EDએ મોટી કાર્યવાહી કરતા શિવસેના નેતા સંજય રાઉતના પરિવારની કરોડોની સંપત્તિ જપ્ત કરી છે.

DELHI : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવાર (Sharad Pawar) બુધવારે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Modi)ને મળ્યા હતા. સમાચાર અનુસાર બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત લગભગ 20 થી 25 મિનિટ સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વાતચીત દરમિયાન બંને વચ્ચે મહારાષ્ટ્ર (Maharashtra) ના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે.

ખાસ વાત એ છે કે બંને વચ્ચે આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે EDએ મોટી કાર્યવાહી કરતા શિવસેના (Shivsena) નેતા સંજય રાઉત (Sanjay Raut) ના પરિવારની કરોડોની સંપત્તિ જપ્ત કરી છે. પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસ (Patra Chawl land scam case) માં EDએ મંગળવારે શિવસેનાના સાંસદ સંજય રાઉતના સહયોગી પ્રવીણ રાઉતની 9 કરોડની  અને સંજય રાઉતની પત્ની વર્ષાની રૂ. 2 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. પાત્રા ચાવ જમીન કૌભાંડ રૂ. 1,034 કરોડનું છે.

EDની આ કાર્યવાહી બાદથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. સંજય રાઉત દ્વારા કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરવામાં આવી રહ્યા છે. સંજય રાઉતે એબીપી ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને વિપક્ષને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મંગળવારે EDએ સંજય રાઉત અને તેમના પરિવારના સભ્યોના અલીબાગના આઠ પ્લોટ અને મુંબઈમાં દાદરમાં એક ફ્લેટ જપ્ત કર્યો હતો.

આ કાર્યવાહી બાદથી સંજય રાઉત સતત કેન્દ્ર પર પ્રહારો કરી રહ્યા છે. તેમણે કહ્યું, "હું છેલ્લા 4 મહિનાથી કહી રહ્યો હતો કે મને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી મહારાષ્ટ્ર સરકારને ઘેરી શકાય. પરંતુ હું તેમની સામે ઝૂકવાનો નથી." તેમણે કહ્યું, "પ્રવીણ રાઉત મારો ભાઈ છે અને તે મારા ભાઈ હોવાને કારણે તેને ફસાવવામાં આવી રહ્યો છે અને  તેના દ્વારા મને ફસાવવાના પ્રયાસો થઈ રહ્યા છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget