શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
J-K: પુલવામામાં CRPF કેમ્પ પર આતંકીઓએ કર્યો ગ્રેનેડથી હુમલો
આ અગાઉ સોમવારે શોપિયાંમાં સુરક્ષા દળોએ એક અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ સીઆરપીએફના એક કેમ્પ પર ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલો પુલવામાના નેવા ગામમાં કરવામાં આવ્યો હતો. આ અગાઉ સોમવારે શોપિયાંમાં સુરક્ષા દળોએ એક અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. ઠાર મરાયેલા આતંકીઓ હિઝબુલ મુઝાહિદ્દીન સંગઠનના હતા. અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓમાંથી એકની ઓળખ આદિલ શેખના રૂપમાં થઇ હતી. તે 29 જૂન 2018ના રોજ શ્રીનગરના જવાહર નગર સ્થિત પીડિપીના તત્કાલિન ધારાસભ્ય અજાજ મીરના ઘરથી આઠ હથિયાર લૂંટવાનો આરોપી હતો.
આ ઘટના અંગે સૈન્યએ એક નિવેદનમાં કહ્યું હતું કે, એક સંયુક્ત ઓપરેશનમાં પ્રતિબંધિત આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનના ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. ઠાર મરાયેલ અન્ય આતંકીનું નામ વસીમ વાની છે. જે શોપિયાંના નિવાસી છે. ત્રીજો આતંકીની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. અથડામણ શોપિયાંના વાચી વિસ્તારમાં થઇ હતી જ્યાં આતંકીઓ એક ઘરમાં છૂપાયેલા હતા. આ અભિયાનમાં સૈન્ય, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસના લોકો સામેલ હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
ક્રિકેટ
રાજકોટ
Advertisement
gujarati.abplive.com
Opinion