(Source: ECI/ABP News/ABP Majha)
Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શન
વલસાડના મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં કાર્યવાહી તેજ કરવામાં આવી છે. પોલીસે સાયકો કિલરને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કર્યું છે.
સાયકો કિલર રાહુલ સિંહને સાથે રાખી મોતીવાડામાં રેલ્વે ફાટક પર પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો છે. સાયકો કિલરે 25 દિવસમાં પાંચ હત્યા કર્યાનો ખુલાસો થયો છે. ગુજરાત, પશ્ચિમ બંગાળમાં આરોપીઓએ હત્યા કરી, આ સાથે જ કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં પણ હત્યા કર્યાનો ખુલાસો થયો છે. ત્રણ મહિલા અને બે પુરુષની હત્યા કરાઈ. અને આ સાથે જ બે રેપ વિથ મર્ડર કેસ અને ત્રણ હત્યા બાદ લૂટનો પણ સમાવેશ થાય છે.
વલસાડમાં સાયકો કિલર રાહુલસિંગ જાટના 10 દિવસના રિમાન્ડ મંજૂર.. આરોપીનો કોઈ સાથી છે કે બધા ગુના તે એકલા જ કરતો તેની તપાસ કરવામા આવશે. 14 નવેમ્બરે યુવતી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી. 10 દિવસ બાદ પોલીસે મૂળ હરિયાણાના રાહુલસિંગ જાટ નામના આરોપીને દબોચી લીધો. તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે આરોપી રાહુલસિંગ સીરિયલ કિલર છે. યુવતીની હત્યા બાદ તેણે વધુ 3 હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. છેલ્લા 25 દિવસમાં તેણે પાંચ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.. આરોપી રાહુલસિંગ દિવ્યાંગ છે. તે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરતો અને ટ્રેનમાં જ ગુનાઓને અંજામ આપતો. આરોપી પર ચોરી, લૂંટ, દુષ્કર્મ અને હત્યાના 13 ગુના નોંધાયેલા છે. વાપી રેલવે સ્ટેશનથી ઝડપાયો તે પહેલાં જ તેણે ટ્રેનમાં જ એક મહિલા પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી હોવાનું પણ ખુલ્યું છે..