Military Exercise: ચીન સામે ઇન્ડિયન આર્મીએ બતાવી તાકાત, અરુણાચલપ્રદેશમાં મિલિટ્રી એક્સરસાઇઝ
ચીન સાથેની સરહદે તણાવ વચ્ચે ભારતીય સેનાએ પૂર્વીય થિયેટરમાં એક હાઇ-વોલ્ટેજ સૈન્ય મિલિટ્રી એક્સરસાઇઝ યોજી હતી
Indian Army Military Exercise In Arunachal: ચીન સાથેની સરહદે તણાવ વચ્ચે ભારતીય સેનાએ પૂર્વીય થિયેટરમાં એક હાઇ-વોલ્ટેજ સૈન્ય મિલિટ્રી એક્સરસાઇઝ યોજી હતી. સૈન્ય અભ્યાસમાં તોપનો પણ ઉપયોગ કર્યો હતો. સેનાએ બુધવારે (3 મે) અરુણાચલ પ્રદેશના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ તવાંગ અને પશ્ચિમ કામેંગ જિલ્લામાં ‘બુલંદ ભારત’ નામની સૈન્ય કવાયત હાથ ધરી હતી. આમાં સેનાએ 155 એમએમ બોફોર્સ હોવિત્ઝર, 105 એમએમ ફિલ્ડ ગન અને 120 એમએમ મોર્ટારની ગર્જના સાંભળવા મળી હતી.
Integrated surveillance & firepower training exercise Buland Bharat conducted in High-altitude artillery ranges in Eastern command, Kolkata: Indian Army
— ANI (@ANI) May 4, 2023
The exercise involved synergised application of surveillance & firepower capabilities of Artillery & Infantry in close… pic.twitter.com/uzCZAxf34b
જૂન 2020 માં પૂર્વી લદ્દાખમાં ચીન સાથેના ટકરાવ અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ભારતમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસ બાદથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ત્યારબાદ ભારતે બંને દેશો વચ્ચે 3488 કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે. તેમાં આર્ટિલરીની મોટી રેન્જ પણ સામેલ છે.
ભારતે પૂર્વ સેક્ટરમાં જે તોપને તૈનાત કરી છે તેમાં જૂની 105 mm ફીલ્ડ ગન અને બોફોર્સ, અબગન ધનુષ અને સારંગ, પિના અને સ્મર્ચ મલ્ટી-લોન્ચ રોકેટ સિસ્ટમ, નવી M-777 અલ્ટ્રા-લાઇટ હોવિત્ઝર્સનો સમાવેશ થાય છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં તવાંગમાં અથડામણ થઈ હતી
લદ્દાખ બાદ હવે ચીને સિક્કિમ-અરુણાચલ પ્રદેશ બોર્ડર પર પણ પોતાની ગતિવિધિઓ વધારી દીધી છે. ગયા વર્ષે 9 ડિસેમ્બરે તવાંગ સેક્ટરના યાંગત્સેમાં ભારતીય સૈનિકોની ચીનના સૈનિકો સાથે અથડામણ થઈ હતી. આ વિસ્તારમાં ભારતીય સેના અને વાયુસેના યુદ્ધની તૈયારીઓને ચકાસવા માટે 'બુલંદ ભારત'નો અભ્યાસ કરી રહી છે.
સૂત્રના જણાવ્યા અનુસાર, આ પહેલા સૈનિકોએ એક મહિના સુધી ઊંચાઈવાળા વિસ્તારોમાં અને ભારે હવામાનમાં તાલીમ લીધી હતી. વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ સિલીગુડી કોરિડોર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ભારતે આ ક્ષેત્રમાં આક્રમક તેમજ રક્ષણાત્મક ક્ષમતાઓને મજબૂત બનાવી છે. ભારતે અરુણાચલમાં પહાડો પર યુદ્ધ માટે બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ તૈનાત કરી છે. જેના કારણે ભારતની અટેક ક્ષમતા વધી છે.
આ સિવાય રાફેલ અને સુખોઈ-30MKI ફાઈટર જેટને હાસીમારા, ચબુઆ અને તેજપુરમાં તૈનાત કરવામાં આવ્યા છે જ્યારે રશિયન મૂળની S-400 ટ્રાયમ્ફ સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ પણ તૈનાત કરવામાં આવી છે.