Vaccination for Pregnant Women: પ્રેગ્નેન્ટ મહિલા પણ લગાવી શકશે કોરોનાની રસી ? જાણો સ્વાસ્થ્ય મંત્રાલયે શું કહ્યું ?
ICMR વડાએ કહ્યું કે કોરોના વાયરસના (Coronavirus) આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા વેરિઅન્ટ સામે ભારતમાં બંને રસી અસરકારક છે. કોવિડશિલ્ડ (Covidshield) અને કોવેક્સીન (Covaxin) લગાવવાથી વાયરસના તમામ વેરિઅન્ટ અટકાવી શકાય છે.
નવી દિલ્હી: કોરોના (Corona)મહામારીમાં કેંદ્ર સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. કેંદ્ર સરકારનું કહ્યું છે કે હવે સગર્ભા સ્ત્રીઓને (Pregnant Women) પણ કોરોના રસી (Corona Vaccine) આપી શકાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ અંગે જાહેરાત કરી છે.
ICMR ના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે (Dr Balram Bhargava) જણાવ્યું હતું કે સગર્ભા સ્ત્રીઓ (Pregnant Women) માટે કોરોના રસી લેવી ફાયદાકારક છે અને તેમને પણ આ રસી લેવી જોઈએ. તેમણે કહ્યું કે આરોગ્ય મંત્રાલયે આ સંદર્ભે માર્ગદર્શિકા જાહેર કરી છે અને સગર્ભા સ્ત્રીઓને રસી (Corona Vaccine) અપાવવામાં કોઈ અડચણ નથી.
ICMR વડાએ કહ્યું કે કોરોના વાયરસના (Coronavirus) આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા વેરિઅન્ટ સામે ભારતમાં બંને રસી અસરકારક છે. કોવિડશિલ્ડ અને કોવેક્સીન લગાવવાથી વાયરસના તમામ વેરિઅન્ટ અટકાવી શકાય છે.
તેમણે જણાવ્યું હતું કે કોરોના વાયરસનો (Coronavirus) ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ (Delta Plus) હાલમાં દુનિયાના 12 દેશોમાં મળી આવ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં આ વેરિઅન્ટનાં 48 કેસ નોંધાયા છે, પરંતુ તે ઘણા સ્થાનિક કક્ષાના કેસ હતા. તેમણે દાવો કર્યો હતો કે હજી સુધી આ વેરિએન્ટના મોટા પ્રમાણમાં ફેલાવાની કોઈ નિશાની નથી.
દેશમાં કોરનાથી મૃત્યુ દર 1.3 ટકા છે જ્યારે રિકવરી રેટ 96 ટકાથી વધારે છે. એક્ટિવ કેસ અંદાજે 2 ટકા છે. કોરોના એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત ત્રીજા સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા સ્થાન પર છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.
કોરોના વાયરસની હાલની સ્થિતિ
- કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 1 લાખ 34 હજાર 445
- કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 91 લાખ 28 હજાર 267
- કુલ એક્ટિવ કેસ - 6 લાખ 12 હજાર 868
- કુલ મોત - 3 લાખ 93 હજાર 310
દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસનો ફફડાટ વધી રહ્યો છે. દેશના 11 રાજ્યોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લગભગ 48 કેસ સામે આવી ચૂક્યા છે. જેનાથી હવે નવું જોખમ તોળાઈ રહ્યું છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે.