Mission Gangayan: હોલ્ડ પર રાખવામાં આવ્યું મિશન ગગનયાનનું પ્રથમ ટેસ્ટ ફલાઇટ, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય
ઈસરોના વડાએ કહ્યું છે કે અમે તેના પ્રક્ષેપણને હાલ પૂરતું મુલતવી રાખીએ છીએ.
Mission Gaganyaan Put on Hold: ઈસરોએ મિશન ગગનયાનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ રોકી દીધી છે. ISRO ચીફ એસ સોમનાથે મીડિયાને સંબોધિત કરતા કહ્યું - અમે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે શું ખોટું થયું છે. આ મિશન શનિવારે (21 ઓક્ટોબર 2023) સવારે 8 વાગ્યે લોન્ચ થવાનું હતું.
ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે, પહેલા આ મિશન સવારે 8 વાગ્યે લોન્ચ થવાનું હતું પરંતુ પાછળથી કેટલાક કારણોસર અમારે તેના પ્રક્ષેપણનો સમય આગળ વધારવો પડ્યો અને અમે તેનો સમય વધારીને 8.45 કર્યો. આ હોવા છતાં, કમાન્ડ લોન્ચ કરતી વખતે, તેમાં સ્થાપિત કમ્પ્યુટરે અમને રોકેટ ઇગ્નીશન કરવાની મંજૂરી આપી ન હતી. રોકેટ સુરક્ષિત છે, ઇગ્નીશન ન થયા પછી અમે કારણોની તપાસ કરી રહ્યા છીએ જેથી અમે તે કારણો શોધી શકીએ જેના કારણે આવું ન થઈ શક્યું.
Gaganyaan’s First Flight Test Vehicle Abort Mission-1 (TV-D1) launch on hold: ISRO chief S Somnath pic.twitter.com/4lkPAhqX44
— ANI (@ANI) October 21, 2023