(Source: ECI/ABP News/ABP Majha)
Pfizer અને મોડર્નાએ આ રાજ્યની સરકારને સીધી રસી આપવની ના પાડી દીધી, જાણો શું છે કારણ
રસીની અછતને કારણે રસીકરણ અભિયાનને અટકાવવું પડયું હતું. જેને પગલે પંજાબ સરકારે રસી બનાવતી કંપનીઓનો સંપર્ક કર્યો હતો.
કોરોના રસી માટે રસી બનાવતી કંપનીઓ રાજ્યો અને ખાનગી સંસ્થાઓ સાથે સીધી રીતે જોડાવવાને બદલે કેન્દ્ર સરકાર સાથે સીધી ડીલ કરવાનું પસંદ કરી રહી છે. હાલમાં વિશ્વભરમાં લોકોની આશા રસી પર ટકેલી છે. ભારતમાં પણ રસીની અછત છે. કોરોનાનો સામો કરવા માટે એક મેસેન્જર આરએનએ રસી વિકસિત કરનાર બાયોટેક્નોલોજી કંપની મોડર્નાએ પંજાબ સરકારના રાજ્યને સીધી રસી આપવાની ના પાડી દીધી છે. કંપનીએ કહ્યું કે, તેની નીતિ અનુસાર, તે માત્ર કેન્દ્ર સરાકર સાથે જ કામ કરે છે. કંપનીએ કહ્યું કે, અમારી ડીલ કેન્દ્ર સરકાર સાથે થશે માટે અમ તમને રસી નહીં આપી શકીએ.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા દરેક રસી બનાવતી કંપનીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર મોડર્ના દ્વારા જ જવાબ આપવામાં આવ્યો હતો અને જાણ કરવામાં આવી હતી કે રાજ્યોને આ કંપની સીધી રસી નહીં આપે.
પંજાબમાં રસીની અછતને કારણે રસીકરણ અભિયાનને અટકાવવું પડયું હતું. જેને પગલે પંજાબ સરકારે રસી બનાવતી કંપનીઓનો સંપર્ક કર્યો હતો. પંજાબ સરકારે કહ્યું છે કે હાલમાં રાજ્યમાં રસીની અછત છે અને આ અછતને દુર કરવા માટે બનતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
પંજાબમાં નવા પાંચ હજારથી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. એવામાં રસીની અછતને કારણે કોરોના મહામારી સામેના અભિયાનને પણ અસર પહોંચી છે. હાલ વિદેશમાં બનેલી રસીને પણ ભારતમાં મંજૂરી મળવા લાગી છે. એવામાં મોડર્ના રસીનો તેમાં સમાવેશ થાય તેવી શક્યતાઓ છે.
આ કંપનીઓન સંપર્ક સાધવામાં આવ્યો
પંજાબના નોડલ અધિકારી વિકાસ ગર્ગે કહ્યં કે, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના નિર્દેશ અનુસાર તમામ રસી નિર્માતાઓ પાસેથી સીધી જ રસી ખરીદવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. આ કંપનીઓમાં સ્પૂતનિક-વી, ફાઈઝર, મોડર્ના અને જોનસન એન્ડ જોનસન સામેલ છે. જ્યારે પંજાબ સરકારે નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, “ડર્નાની નીતિ અનુસાર તે ભારત સરકારની સાથે વ્યવહાર રાખે છે ન કે રાજ્ય સરાકર સાથે. જમાવીએ કે, રસીની અછતને કારણે પંજાબમાં હાલમાં રસીકરણ અભિયાન અધવચ્ચે જ રોકવું પડ્યું છે.