શોધખોળ કરો

સોશિઅલ મીડિયાની પોસ્ટ અને ઇમેલ પર નજર રાખશે મોદી સરકાર, બનાવી રહી છે એક ખાસ ટીમ

  નવી દિલ્હી: સોશિઅલ મીડિયા પર શેર કરવામાં આવતી સામગ્રી પર નજર રાખવા, તેનું વિશ્લેષણ કરવા, દેશ વિરોધી દુષ્પ્રચાર રોકવા તથા સોશિઅલ મીડિયાનું મોનિટરિંગ કરવા માટે મોદી સરકાર એક ખાસ ટીમ બનાવવા જઈ રહી છે. મોદી સરકાર સોશિઅલ મીડિયા પર શેર કરવામાં આવતી સંવેદનશીલ પોસ્ટ, ફેક ન્યૂઝને રોકવા માટે એક ખાસ સોફ્ટવેર સાથે ટીમ તૈયારી કરી રહી છે. આંતરરાષ્ટ્રીય મીડિયા બ્લૂમબર્ગ પ્રમાણે સૂચના અને પ્રસારણ મંત્રાલયે ઓનલાઇન ટેન્ડર જાહેર કરી એવી કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવી છે. જે સોશિઅલ મીડિયા પર નજર રાખી શકે. કંપની એવી હોવી જોઇએ જે સોશિઅલ મડિયા પર નજર રાખવા એક સોફ્ટવેર સહિત ઓછામાં ઓછા 20 લોકોની ટીમ સાથે સરકારને એક રિયલ ટાઇમ ન્યૂ મીડિયા કમાન્ડ રૂમની સુવિધા આપી શકે. મંત્રાલયની જાહેરાત પ્રમાણે ઉક્ત કંપની ટ્વિટર, યૂ-ટ્યૂબ, લિંક્ડઇન સહિત તમામ ઇન્ટરનેટ ફોરમ અને ઇમેલનું મોનિટરિંગ કરી આ પ્લેટફોર્મ્સ પર સંવેદનશીલ પોસ્ટ્સની ઓળખ કરશે. સાથે કંપની ફેક ન્યૂઝની ઓળખ કરી કેન્દ્ર સરકારના નામથી પોસ્ટ્સ અને મેસેજનું સંચાર કરશે. કેન્દ્ર સરકારનો દાવો છે કે, સંવેદનશીલ અને ફેક કંટેન્ટને રોકવાની સાથે સાથે એવી પોસ્ટનું સંચાર પણ કરાવાશે જેનાથી દેશની છબિ બનાવવામાં મદદ મળે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર વર્ષ દરમિયાન મોદી સરકારના કાર્યકાળમાં પીએમઓ સહિત સરકારને તમામ મંત્રાલય અને કેબિનેટ મંત્રી સોશિઅલ મીડિયા પર એક્ટિવ છે. સોશિઅલ મીડિયાનો સહારો લઈને મંત્રીઓ પોતાની નવી નીતિઓનો પ્રચાર કરવા અને નાગરિકો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો પ્રયાસ કરતા રહે છે. હવે કેન્દ્ર સરકાર એક પગલું વધુ આગળ વધવા માંગે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Embed widget