શોધખોળ કરો

મોદી સરકારે કોરોના વકરવા માટે ચૂંટણીને પણ ગણાવી જવાબદાર પણ દોષનો ટોપલો ઢોળ્યો લોકો પર, જાણો શું કહ્યું ? 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મમત્રી ડો. હર્ષવર્ધને સંક્રમણ માટે મોટા લગ્ન સમારંભો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ખેડૂત આંદોલનને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, દેશના લગભગ તમામ ભાગોમાં ખાસ કરીને 11 રાજ્યોમાં અચાનક ઉછાળો આવવાનું સૌથી મોટું કારણ લોકોએ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવાનું છોડી દિધું હોવાનું છે. 

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે, ત્યારે મોદી સરકારે (Modi Government) કોરોનાના સંક્રમણ માટે ચૂંટણીને જવાબદાર ગણાવીની દોષનો ટોપલો લોકો પર ઢોલી દીધો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાનું સંક્રમણ ફેલાવાને લઈને જવાબ આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મમત્રી ડો. હર્ષવર્ધને (Dr Harshvardhan) 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના સ્વાસ્થ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે સંક્રમણ માટે મોટા લગ્ન સમારંભો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ખેડૂત આંદોલનને જવાબદાર ગણાવ્યા હતા. આ કાર્યક્રમોમાં કોવિડ પ્રોટોકોલનું પાન ન કરાતું હોવાનું જણાવ્યું હતું. 

તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, દેશના લગભગ તમામ ભાગોમાં ખાસ કરીને 11 રાજ્યોમાં અચાનક ઉછાળો આવવાનું સૌથી મોટું કારણ લોકોએ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવાનું છોડી દિધું હોવાનું છે. 

દેશભરમાં કોરોનાવાઈરસ (coronavirus) બીમારીના કેસ વધી જતાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં તેમણે રોગચાળાનો ફેલાવો રોકવા માટે પાંચ-ગણી મજબૂત વ્યૂહરચના લાગુ કરવાનો અનુરોધ કર્યો હતો. વડા પ્રધાને આદેશ આપ્યો છે કે વધારે મજબૂત કોવિડ-વિરોધી યંત્રણા લાગુ કરો, લોકોમાં જાગૃતિ લાવો. દરેક જણ ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરે, જાહેર સ્થળોએ અને કામકાજના સ્થળોએ તેમજ આરોગ્ય કેન્દ્રોમાં અંગત રીતે સ્વચ્છતા જાળવે એ જરૂરી છે. આ ઝુંબેશને 14 એપ્રિલ સુધી ચલાવવાનો તેમણે આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારની મળેલી આ બેઠકમાં કોરોના વાયરસ ફેલાવવા માટે બે સૌથી મહત્ત્વના કારણ સામે આવ્યા છે.

માસ્ક (mask) ન પહેરવા

મીટિંગમાં કહેવામાં આવ્યું હતું કે, જુદા જુદા રાજ્યોમાં કોરોનાના કેસ વધવાનું મુખ્ય કારણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું છે તેમાં પણ ખાસ કરીને યોગ્ય રીતે માસ્ક ન પહેરવાને કારણે કેસમાં ઉછાળો આવી રહ્યો છે.

માસ્ક કેવી રીતે પહેરશો

માસ્ક પહેરતા પહેલા તમારા હાથ ધોઈ નાંખવા. ખાતરી કરો કે તે તમારા નાક અને મોંને ઢાંકે છે અને તમારી હડપચીની નીચેથી, તમારા નાકના ઉપરથી અને તમારા ચહેરાની બાજુઓથી વ્યવસ્થિત રીતે ફિટ બેસે છે. માસ્કને પહેરતી વખતે તેના આગળના ભાગનો સ્પર્શ કરશો નહીં. જો તમે માસ્કને સ્પર્શ કરો છો, તો તરત જ તમારા હાથને ધોઈ નાખો અથવા સેનિટાઇઝ કરો. માસ્કને તમારી ગળામાં લટકાવવા દેશો નહીં. માસ્ક દૂર કરતા પહેલા તમારા હાથને ધોઈ નાંખો અથવા સેનિટાઇઝ કરો. કાળજીપૂર્વક કાનની બૂટ પરની દોરીઓને પકડીને અથવા બાંધેલી ગાંઠને છોડીને તમારા માસ્કને દૂર કરો. દોરીઓની જોડીવાળા માસ્ક માટે, પહેલા નીચેની દોરી ખોલો ત્યારબાદ ઉપરની ખોલો. જો તમારા માસ્કમાં ફિલ્ટરો છે, તો તેને દૂર કરો અને ફેંકી દો. માસ્કની ઘડી વાળીને સીધા ધોલાઈઘરમાં અથવા નિકાલજોગ અથવા ધોવાણ માટેની ધોઈ શકાય એવી બેગમાં નાંખો. એક જ વખત ઉપયોગ કરી શકાય એવા સર્જિકલ માસ્કને જવાબદારીપૂર્વક નિકાલ કરવો જોઈએ. માસ્કને દૂર કર્યા બાદ તમારા હાથને ધોઈ નાંખો અથવા સેનિટાઇઝ કરો.

માસ્કનો ઉપયોગ કઈ રીતે કરવો (અથવા નાક કે મોઢું ઢાંકવું) –

    • મોંઢા પર માસ્ક લગાવતા પહેલા તમારા હાથ જરૂરથી ધોઈ લેવા.

    • એ બાબતની ખાતરી કરવી કે તે ઢીલું ના હોય અને મોઢું અને નાક બંને ઢંકાયેલા હોય.

    • માસ્કને સામેથી ના અડશો, માત્ર બાજુમાંથી જ સ્પર્શ કરવો.

    • માસ્ક બદલ્યા પછી તમારા હાથને જરૂરથી ધોઈ લો.

    • દર 6-8 કલાકની અંદર માસ્ક બદલો અથવા તે પરસેવાવાળું કે ભીનુંથઇ જાય એટલે બદલો.

    • જો ડિસ્પોઝેબલ માસ્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તો માસ્કને માત્ર ઢાંકણાવાળી કચરાપેટીમાં જ નાખવું અને કચરાપેટીમાં એક પ્લાસ્ટિકની થેલી પણ લાગેલી હોવી જોઈએ.

    • જો કપડાના માસ્કનો ઉપયોગ કરી રહ્યા છો તો તેને ઓછામાં ઓછું દિવસમાં એકવાર જરૂરથી ધોઈ લેવું જોઈએ.

સોશિયલ ડિસ્ટન્સ (Social distance) ન રાખવું

મીટિંગમાં કહેવામાં આવ્યું વારયસને ફેલાતો અટકાવવા માટે સૌથી મહત્ત્વનું એવું સામાજિક અંતર રાખામાં નથી આવી રહ્યું જેના કારણે પણ વાયરસ ફેલાઈ રહ્યો છે. જેમનામાં કોરોનાના લક્ષણો છે તેનાથી યોગ્ય અંતર (ઓછામાં ઓછું એક મીટર) રાખવું જરૂરી છે. સાથે જ ભીડભાડવાળી  જગ્યાએ પણ જવાનું ટાળવું જોઈએ. અને જો જવું જરૂરી જ હોય તો ભીડભાડવાળી જગ્યાએ કોવીડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવું જરૂરી છે.

સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે રાખશો

    • ભીડજેવી કે મેળા, હાટ, ધાર્મિક સ્થાનોમાં એકત્રિત થવું, સામાજિક મહોત્સવ વગેરે ટાળો.

    • સાર્વજનિકસ્થળો ઉપર તમારા અને અન્ય લોકોની વચ્ચે ઓછામાંઓછું મીટર સુધીનું સુરક્ષિત અંતર જાળવી રાખો, ખાસ કરીને જો તેમને ઉધરસ, તાવ વગેરે જેવા લક્ષણો હોય તો તેમના છીંક અને થૂંકના ટીપાના સીધા સંપર્કમાં આવતા બચો.

    • જેટલું શક્ય હોય તેટલાઘરે જ રહો.

    • પારસ્પરિક સંપર્ક ટાળો– જેમ કે હાથ મિલાવવા, હાથ પકડવા અથવા ગળે મળવું.

    • ટેબલ, ખુરશી, દરવાજાના હેન્ડલ વગેરે જેવી સપાટીઓને સ્પર્શ કરવાનું ટાળો.

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. દૈનિક કેસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો સામે આવી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના વાયરસ કહેર જોવા મળી રહ્યો છે. પીએમ મોદીએ જે રાજ્યોમાં કોરોના વાયરસ બેકાબૂ થઈ રહ્યો છે ત્યાં વિશેષ ટીમ મોકલવાના આદેશ આપ્યા છે.

નોંધનીય છે કે પીએમ મોદીની હાઇલવેલ બેઠકમાં પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ તથા વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું દેશભરમાં કોરોના વાયરસ અને રસીકરણ અભિયાનની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમીક્ષા બેઠક કરી હતી. વૈશ્વિક મહામારી સામે લડવા માટે પ્રભાવી રૂપથી ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ અને રસીકરણ પાંચ સ્તરીય રણનીતિને મહત્વ આપવા પર ભાર આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?
શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 
શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
Embed widget