શોધખોળ કરો
Advertisement
ભાજપના નેતાઓ માટે ખુશખબરઃ મોદીએ રાજ્યનાં ક્યાં 45 બોર્ડ-નિગમોમાં ચેરમેન સહિતના હોદ્દા પર નિમણૂકના આપ્યા આદેશ ?
ભાજપ હાઈકમાન્ડ આ મહિનાના અંતમાં એટલે કે ઓગસ્ટ મહિનામાં જ આ નિમણૂકો કરશે.
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજ્યનાં 45 બોર્ડ નિગમના ચેરમેનની નિમણૂંક કરવા કહ્યું છે. ગુજરાતમાં ભાજપના નેતાઓનો અસંતોષ દૂર કરવા અને વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમને સક્રિય કરવા માટે નરેન્દ્ર મોદીએ રાજ્યનાં 45 બોર્ડ નિગમના ચેરમેનની નિમણૂંક કરવાનો નિર્ણય લીધો છે. ભાજપ હાઈકમાન્ડ આ મહિનાના અંતમાં એટલે કે ઓગસ્ટ મહિનામાં જ આ નિમણૂકો કરશે. આ પૈકી 25 બોર્ડ-નિગમોમાં ચેરમેન તરીકે ધારાસભ્યોને નિમવામાં આવશે.
રાજ્યનાં નીચે દર્શાવેલાં 45 બોર્ડ-નિગમોમાં ભાજપના નેતાઓની નિમણૂક કરવામાં આવશે.
ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ અને કોર્પોરેશન લિમિટેડ
ગુજરાત શ્રમ અને રોજગાર બોર્ડ
ગુજરાત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ
ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ
પ્રવાસન વિકાસ નિગમ
ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ
ગુજરાત સ્ટેટ મેડિસિનલ પ્લાન્ટ્સ બોર્ડ
કોકોનટ ડેવેલોપમેંટ બોર્ડ
ગુજરાત ખનીજ વિકાસ નિગમ (જીએમડીસી)
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીઆઈડીસી)
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ
ગુજરાત આદિજાતિ વિકાસ બોર્ડ
ગુજરાત મહિલા અને બાળ વિકાસ બોર્ડ
ગુજરાત પછાતવર્ગ વિકાસ બોર્ડ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ
ગુજરાત શીપ એન્ડ વુલ ડેવલપમેન્ટ બોર્ડ
ગુજરાત સિવિલ સપ્લાય કોર્પોરેશન
ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન
ગુજરાત હાઉસિંગ બોર્ડ
ગુજરાત માટીકામ કલાકારી એન્ડ રુરલ ટેકનોલોજી
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન લિમિટેડ
ગુજરાત રાજ્ય બીજ વિકાસ નિગમ
ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ
ગુજરાત બેચર સ્વામી અતિપછાત સમાજ વિકાસ બોર્ડ
ગુજરાત સરદાર પટેલ વોટર કન્ઝર્વેશન
ગુજરાત વિચરતી વિમુક્ત જાતિ નિગમ
ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગ આયોગ
ગુજરાત રાજ્ય યોગા બોર્ડ
ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગનું પંચ
ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું વિકાસ નિગમ
ગુજરાત બિલ્ડિંગ એન્ડ અધર કન્ટ્રક્શન વર્કર વેલ્ફેર બોર્ડ
ગુજરાત અલંગ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
ગુજરાત રૂરલ હાઉસિંગ ડેવલપમેન્ટ બોર્ડ
ગુજરાત ગૌ સેવા બોર્ડ
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ
વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (વુડા)
અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)
સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (સુડા)
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)
વલસાડ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (વુડા)
સ્ટેટ ડેવલપમેન્ટ ઓથોરિટી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સુરત
ટેકનોલોજી
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion