શોધખોળ કરો

'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન

Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે નાગપુરમાં વસ્તી વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે જો વસ્તી વૃદ્ધિ દર 2.1 થી નીચે જશે તો સમાજનો પતન નિશ્ચિત છે.

Demographic Crisis: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે નાગપુરમાં આયોજિત કથાલે કુલ સંમેલનમાં ભારતની વસ્તી વિશે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે વસ્તીમાં ઘટાડો સમાજ માટે ચિંતાજનક છે. ભાગવતે એમ પણ કહ્યું કે જો વસ્તી વૃદ્ધિ દર 2.1 કરતા ઓછો થઈ જાય તો સમાજનું પતન નિશ્ચિત છે અને તેને નષ્ટ કરવા માટે કોઈ બાહ્ય શક્તિની જરૂર નથી.

મોહન ભાગવતે વસ્તી વૃદ્ધિ દરનું મહત્વ જણાવ્યું

આ વિષય પર વાત કરતા મોહન ભાગવતે કહ્યું કે વિજ્ઞાન માને છે કે વસ્તી વૃદ્ધિ દર 2.1 થી નીચે આવે તો તે સમાજ આપોઆપ ખતમ થઈ જાય છે. ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે આ કારણે ઘણી ભાષાઓ અને સમાજનો અંત આવ્યો. ભાગવત અનુસાર, વર્ષ 2000 ની આસપાસ ભારતની વસ્તી નીતિ નક્કી કરવામાં આવી હતી જેમાં તે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે દેશનો વસ્તી વૃદ્ધિ દર 2.1 હોવો જોઈએ.

RSS નેતાએ મોટી વાત કહી

વસ્તી વૃદ્ધિના મહત્વ પર ભાર મૂકતા ભાગવતે કહ્યું કે માનવ જન્મ દર 1 પર ન રાખી શકાય, તેથી ઓછામાં ઓછા 2 અથવા 3 બાળકોનો જન્મ થવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે દેશના ભવિષ્ય માટે યોગ્ય વસ્તી વૃદ્ધિ દર જાળવવો મહત્વપૂર્ણ છે. તેમનું નિવેદન સમાજમાં વસ્તી નીતિ વિશે જાગૃતિ વધારવાનો પ્રયાસ છે જેથી આવનારી પેઢીઓ માટે જરૂરી સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય.

વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી

તમને જણાવી દઈએ કે આ સંબોધન દ્વારા સંઘ પ્રમુખે સંદેશ આપ્યો હતો કે વસ્તીનો સંતુલિત વિકાસ સમાજની સ્થિરતા અને પ્રગતિ સુનિશ્ચિત કરે છે. વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો માત્ર આર્થિક જ નહીં પણ સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી પણ નુકસાનકારક હોઈ શકે છે અને તે આપણા દેશના ભવિષ્યને અસર કરી શકે છે.

હકીકતમાં, વસ્તીવિષયક નિષ્ણાંતો માને છે કે આ સદીના અંત સુધીમાં ભારતની વસ્તી ઘટીને 1 અબજ 10 કરોડ થઈ જશે. વર્ષ 2030 સુધીમાં ભારત સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ બની રહે તેવી શક્યતા છે. તે પછી ભારતમાં યુવાનો ઘટશે. કદાચ આ જ કારણ છે કે વસ્તી નિયંત્રણને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં કેન્દ્રએ કહ્યું હતું કે સરકાર કુટુંબ નિયોજનને ફરજિયાત બનાવવા માટે કાયદો બનાવવાના પક્ષમાં નથી.

આ પણ વાંચો...

જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
Drishyam 3 ની રિલીઝ ડેટ કન્ફર્મ, અજય દેવગને વીડિયો શેર કરી મોટી જાહેરાત કરી
Drishyam 3 ની રિલીઝ ડેટ કન્ફર્મ, અજય દેવગને વીડિયો શેર કરી મોટી જાહેરાત કરી
Tata Sierra નું સૌથી સસ્તું મોડલ ખરીદવા પર તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ગણતરી 
Tata Sierra નું સૌથી સસ્તું મોડલ ખરીદવા પર તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ગણતરી 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
Embed widget