(Source: ECI/ABP News/ABP Majha)
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
Junagadh monk Govindgiri video: વડોદરાની યુવતી સાથે રંગરેલિયા મનાવતો વિડિઓ વાઇરલ. 7 મહિના રિલેશનસીપ રાખી હોવાના યુવતી દ્વારા આરોપ લગાવાયો છે.
Govindgiri Viral Video News: જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ થયો છે. યુવતીએ ભગવા વસ્ત્રો ઉતારી સાધુએ લગ્નનું નાટક કરી શારીરિક સંબંધો બાંધ્યાનો આરોપ લગાવ્યો છે.
જુનાગઢના એક સાધુનો એક મહિલા સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ થતાં જુનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વિડીયોને કારણે સાધુ – સંતોમાં આક્રોશ ફેલાયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ આ સાધુનું નામ મહંત ગોવિંદગીરી મહારાજ હોવાનું બહાર આવ્યું છે. જેણે વડોદરાની યુવતી સાથે લગ્ન કરવાનું નાટક કરી તેની સાથે પણ ઠગાઇ કરી તેને છોડીને ચાલ્યા ગયા છે. તો યુવતીનો નંબર પણ ગોવિંદગીરીએ બ્લોક કરી દીધો હોવાની માહિતી મળી રહી છે. ખુદ યુવતીએ ઠગાઇ થઇ હોવાની સોશિયલ મીડિયા ૫૨ વીડિયો વાયરલ કરી જાણકારી આપી છે.
યુવતી સાથનો બીભત્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોના કારણે જુનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયો બાદ જે યુવતી સાથેનો વીડિયો હતો તે યુવતી વડોદરાની હોવાનું બહાર આવ્યું છે અને તેણીએ ખુદ મહારાજ સાથેના અવારનવાર વીડિયો અને ફોટોગ્રાફ્સ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુક્યા છે. તે રીતે જુનાગઢના સાધુએ પણ બંન્નેના વીડિયો અને ફોટોગ્રાફ્સ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર મુક્યા હતા. પરંતુ થોડા સમય પહેલા તે ફોટોગ્રાફ્સ અને વીડિયો ડિલિટ કરી દીધા છે. યુવતીના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર સાધુ અને વડોદરાની યુવતી એકબીજાને હાર પહેરાવી લગ્ન કર્યા હોવાનો અને પરિવારજનો અને એક બાળક સાથેનો વીડિયો પણ મુકવામાં આવ્યો છે. યુવતીએ જણાવ્યું છે કે, જે સાધુ સાથે વીડિયો વાયરલ થયો છે. મહંત ગોવિંદગીરી મહારાજ છે અને તે પોતે મૂળ રાજસ્થાન બિકાનેરના રહેવાસી હોવાનું જણાવતા હતા. મારી સાથે છ થી સાત મહિના રોકાયા હતા ત્યારે તેમણે ભગવા કપડા ઉતારી દીધા હતા. છ સાત મહિના રોકાયા ત્યાં સુધી મારી સાથે રીલેશનશીપમાં હતા તે બાદ મારી પાસેથી રૂપિયા ૫૦ હજાર લીધા હતા . કોઇ મિલકત બાબતનો પ્રશ્ન હોવાથી તે પતાવી હું પાછો આવીશ તેમ જુઠ્ઠુ બોલી ચાલ્યા ગયા છે. તેમનો સંપર્ક કરવા અનેકવાર પ્રયત્ન કર્યા પરંતુ મારો મોબાઇલ નંબર બ્લોક કરી દીધો છે.મારી સાથે તેણે ફ્રોડ કર્યું છે અને ન્યાય અપાવવા માગણી કરી છે.
યુવતીએ નર્સિંગનો કોર્સ કર્યો છે. ગંગા નદી હરિદ્વાર સ્નાન માટે ગઇ હતી ત્યારે મહંત ગોવિંદગીરી સંપર્કમાં આવ્યા હતા. મહંત ગોવિંદગીરીનું મૂળ નામ ગોવિંદ પુરોહિત અને બિકાનેર રાજસ્થાનના રહેવાસી છે. હરિદ્વાર બિરલા ઘાટ પાસેના આશ્રમમાં ત્રણ મહિના રહ્યા અને બે મહિના નાસિક ત્રંબકેશ્વર ખાતે રહ્યા હતા અને ત્રણ મહિના વડોદરા સાથે રહ્યા અને તમામ ખર્ચ મેં ભોગવ્યો હતો. મહંત ગોવિંદગીરી મહારાજ ઉર્ફે ગોવિંદ પુરોહિતે મારી સાથે ઠગાઇ કરી છે તે રીતે બીજા અનેક લોકો સાથે ફ્રોડ કર્યા છે. તેઓ જુનાગઢના હરિગીરિ મહારાજના શિષ્ય હોવાનો યુવતીનો આરોપ છે. હાલમાં ફરી તેણે ભગવા કપડા પહેરી સાધુ બની હરિયાણા કે પંજાબમાં છુપાયા હોવાની જાણકારી મળી છે.
આ પણ વાંચોઃ
મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે બનશે નવી સરકાર, ભાજપના નેતાએ કહ્યું કોણ હશે આગામી મુખ્યમંત્રી?