શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશના અનેક વિસ્તારમાં વાતાવરણમાં આવ્યો પલટો, દિલ્હી-એનસીઆરમાં વરસાદ
દિલ્હીના અનેક વિસ્તારોમાં રવિવારે સવારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે દિલ્હી-એનસીઆરમાં ગરમીથી થોડી રાહત મળી છે.
નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં રવિવારે સવારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે દિલ્હી-એનસીઆરમાં ગરમીથી થોડી રાહત મળી છે.
હવામાન વિભાગે પહેલા 4-5 મે ના રોજ વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગે એલર્ટ જાહેર કરીને કહ્યું, હવાની સ્પીડ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે.
હવામાન એજન્સી સ્કાઈમેટે શનિવારે આગામી દેશના પૂર્વ અને ઉત્તર હિસ્સામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. સ્કાઇમેટ મુજબ પૂર્વોત્તર ભારત, પશ્ચિમ બંગાળ, બિહારનો પૂર્વ ભાગ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પંજાબમાં વરસાદની આગાહી કરી છે.
આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, કેરળ, કર્ણાટક, તેલંગાણા અને છત્તીસગઢના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન, હરિયાણાના કેટલાક હિસ્સા તથા પૂર્વ ઉત્તર પ્રદેશમાં ધૂળની આંધી સાથે હળવો વરસાદ પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion