Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?
ટેકનોલોજીના યુગમાં KYC માટે લોકોને કેવી પડી રહી છે હાલાકી... તેનો પુરાવો રાજ્યના અનેક શહેરમાંથી મળે છે... રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકોને રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાનું ફરજિયાત બનાવ્યું છે... જો KYC નહીં થયું હોય તો સરકારી અનાજ મળવાનું બંધ થવાની લોકોમાં દહેશત છે... તો રાશન કાર્ડની જરુર સરકારી યોજનાઓ NFSA, આયુષ્યમાન ભારત યોજના, વિદ્યાર્થીની શિષ્યવૃતિ, મકાન સહાય, કૃષિ સહાયમાં પણ પડે છે.. એવામાં પોતાનો નંબર પહેલા આવે તે માટે લોકો કચેરીએ પર તો પહોંચે છે... પરંતુ વ્યવસ્થા અને ટોકન ન મળતા હાલાકી પડી રહી છે.
રાજકોટમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધોએ વહેલી સવારથી આધાર કેન્દ્રો પર લાગી લાંબી લાંબી લાઈનો....મુખ્ય કચેરીએ જ આધાર કાર્ડ નીકળતું હોવાથી લાગી લાઈનો....કલાકો સુધી મહિલાઓ બાળકોને તેડીને લાઈનમાં ઉભા રહેવા મજબુર બની...અન્ય સ્થળે પણ આધાર કેન્દ્ર ઉભુ કરવાની અને આધારની કીટ અને સ્ટાફ વધારવામાં આવે તેવી અરજદારો માંગ કરી રહ્યા છે...ઉપરાંત મર્યાદિત ટોકન જ આપતા હોવાથી અરજદારો પરેશાન થઈ રહ્યા છે...
મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ અટવાતા લોકો પરેશાન..... અરજદારો ચાર ચાર દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે છતાં પણ કોઈ જ કામ નથી થતું...હાલ મોરબીમાં આધારકાર્ડના ત્રણ મુખ્ય કેન્દ્રો કાર્યરત છે.....મોરબી સિટી મામલતદાર કચેરી અને પોસ્ટ ઓફિસમાં સિટી વિસ્તારના અરજદારોનું આધારકાર્ડનું કામ કરવામાં આવે છે.... જ્યારે ગ્રામ્ય વિસ્તારના અરજદારોનું કામ તાલુકા સેવા સદન ખાતે કરવામાં આવે છે.....જ્યા દરરોજ 100થી 200 જેટલા લોકો આધારકાર્ડનું કામ કરાવવા દૂર દૂરના ગામડાઓમાંથી આવે છે.....માત્ર 40 થી 50 ટોકન જ આપવામાં બાકીના લોકોને ફરી ધક્કો ખાવો પડે છે....ઓપરેટર રજા પર હોવાથી અરજદારોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો...
સુરેન્દ્રનગરમાં ઈ કેવાયસી માટે અરજદારોને ભારે હાલાકી....શહેરમાં એક બે જગ્યા ઉપર જ કેન્દ્ર હોવાથી લોકોની લાંબી કતારો જોવા મળી... તો વારંવાર સરોવર ડાઉન થઈ જવાના કારણે ઇ કેવાયસી લીંક થતું ન હોવાથી વારંવાર ધક્કા ખાવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે....બીજી તરફ 30 નવેમ્બર જેટલો ટૂંકો સમયગાળો હોવાથી આધાર કાર્ડ અપડેટ અને ઇ કેવાયસી માટે અન્ય કેન્દ્રોની પણ ફાળવણી કરવામાં લોકો માગ કરી રહ્યા છે...
વડોદરામાં કેવાયસી માટે વહેલી સવારથી લોકોની લાંબી કતારો લાગી.... વડોદરાની ઉત્તર ઝોન કચેરીના આ દ્રશ્યો જોઈ લો... અહીં સવારે સાડા પાંચ વાગ્યાથી આધારકાર્ડ, રાશનકાર્ડ અને વિદ્યાનીઓને શિષ્યવૃતિ સહિતમાં કેવાયસી ફરજિયાત કરાવવા લોકો પહોંચી રહ્યા છે...ઉત્તર ઝોન કચેરીએ દિવસમાં ફક્ત 150 ટોકન આપવામાં આવે છે... શહેરના ચાર ઝોનમાં ઉત્તર ઝોનમાં જ છથી સાત લાખ લોકો વસવાટ કરે છે.... જેની સામે માત્ર 150 ટોકનથી દરરોજ લોકોને ધક્કા થઈ રહ્યા છે... હાલ તો ધક્કા ખાઈ રહેલા અરજદારો માગ કરી રહ્યા છે કે મેનપાવર વધારવામાં આવે નહીં તો અન્ય ઓફિસોમાં પણ કેવાયસીની સુવિધા આપવામાં આવે....
પાટણ જિલ્લાની તમામ મામલતદાર કચેરીમાં આધારકાર્ડ અને રાશનકાર્ડના E-KYC માટે અરજદારોની કતારો લાગી છે.... જામનગર જેવી જ હાલત પાટણ જિલ્લાની પણ છે.... છેલ્લા ચાર દિવસથી લોકો પોતાના નોકરી ધંધા છોડી આધારકાર્ડ, રાશનકાર્ડના E-KYC માટે કતારો લગાવે છે.... વહેલી સવારથી કતારો લગાવવા છતાં વારો ન આવતા લોકોને ધરમના ધક્કા થઈ રહ્યા છે.... અરજદારોની ફરિયાદ છે કે સવારથી લોકોની કતારો લાગે છે તેની સામે માત્ર ગણતરીના ટોકનો આપવામાં આવે છે... પરિણામે લોકોને ધરમનો ધક્કો થઈ રહ્યો છે....
KYC અપડેટ માટે જામનગરમાં લોકોને ભારે હાલાકી... જોલી બંગલા નજીક આધારકાર્ડ કેન્દ્રના અપડેટ સેન્ટર પર રોજ ત્રણસોથી વધુ લોકો આવે છે... પંરતું આ કેન્દ્ર પર માત્ર રોજ 100 લોકોને ટોકન આપવામાં આવતી હોવાની લોકોએ ફરીયાદ કરી.. અરજદારોએ વ્યથા ઠાલવી કે.. બે-ત્રણ દિવસથી વહેલી સવારથી આવીએ છીએ પરંતુ કામગીરી થઈ શકતી નથી.. જો કે જોલી બંગલો સિવાય અન્ય કેન્દ્ર પર અપડેટ કરવાની કામગીરી થાય છે.. પરંતું ત્યાં અપડેટની કામગીરી ન થતી હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે.. તો બીજી તરફ અધિકારીઓએ દાવો કર્યો કે... સ્થિતિ સુધરે તેવા વધુ પ્રયાસ કરીશું..
દાહોદમાં પણ KYC માટે તાલુકા પંચાયત કચેરી ખાતે રાતથી જ લાઈન લાગી છે. તાલુકા પંચાયતમાં KYCની કામગીરી ધીમીગતિએ ચાલતી હોવાથી લોકોમાં રોષ જોવા મળે છે. પોતાનો નંબર આવે તે માટે કડકડતી ઠંડીમાં લોકો લાઈન લગાવવા મજબૂર બન્યા છે. અવારનવાર KYC માટે ધક્કા ખાતા હોવાનો અરજદારોનો આક્ષેપ કર્યો છે. લાઈનમાં ઉભા હોવા છતાં કામગીરી ન થતી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. કોઈ પણ પ્રકારની યોગ્ય વ્યવસ્થા ન કરાતા લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો છે.
સુરતમાં કોંગ્રેસે KYC અપડેટને લઈ લોકોને પડતી હાલાકી મુદ્દે વિરોધ વ્યકત કર્યો... કોંગ્રેસના નેતાઓએ લિંબાયતમાં લોકોની હાલાકીને લઈને ચિલ્ડ્રન બેંકની નોટો અધિકારીઓના ટેબલ પર નાંખી વિરોધ વ્યકત કર્યો... કોંગ્રેસનો દાવો છે કે લિંબાયતમાં સૌથી મોટા પ્રમાણમાં શ્રમિક વર્ગ વસવાટ કરે છે.... જે પોતાનો રોજગાર છોડી છેલ્લા કેટલાક દિવસથી E-KYC માટે કતારો લગાવે છે.... મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરનારા કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી....