Panchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ
Panchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ
પંચમહાલ જિલ્લામાં બે અલગ અલગ હત્યાઓના બનાવો બન્યા છે. આ અસામાજિક તત્વોમાં કાયદાનો કોઈ ડર રહ્યો નથી.
*પ્રથમ ઘટનામાં, ગોધરા તાલુકાના ટુવા ગામમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી. પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખીને, પતિએ પત્નીને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાખી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની શોધખોળ શરૂ કરી છે.
બીજી ઘટનામાં, ગોધરામાં એક યુવકની રસ્તા ઉપર હત્યા કરી દેવામાં આવી. 33 વર્ષીય મોહસિન રાત્રે સિંગલ ફળિયા રોડ પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે અજાણ્યા શક્સએ મોહસિનની હત્યા કરી નાખી. અંગત અદાવતમાં મોહસિનની હત્યા કરાઈ હોવાનું મનાઈ રહ્યું છે.





















