શોધખોળ કરો

Vav bypoll result: આજે વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ થશે જાહેર, ગેનીબેનને દાવો- આજે કમળ પર ગુલાબ ભારે પડશે

ભાજપના સ્વરૂપજી ઠાકોર, કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ચૂંટણી મેદાનમાં છે. 

વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવશે. ભાજપના સ્વરૂપજી ઠાકોર, કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ચૂંટણી મેદાનમાં છે.  જો કે આ બેઠક પર સીધી ટક્કર ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત વચ્ચે માનવામાં આવી રહી છે. પરંતુ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ કયા પક્ષને નુકસાન પહોંચાડશે તે થોડી જ કલાકોમાં ખબર પડી જશે.

વાવ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી પાલનપુરના જગાણામાં આવેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં કરાશે. સૌથી પહેલા બેલેટ પેપરની મતગણતરી થશે. બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ થયા બાદ 321 બુથના ઈવીએમની 23 રાઉન્ડની મતગણતરી હાથ ધરાશે. વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે કુલ 70.55 ટકા મતદાન થયું છે.

કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે વાવની પેટાચૂંટણીમાં કોગ્રેસની જીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આજે કમળ પર ગુલાબ ભારે પડશે. ગુલાબસિંહ રાજપૂતની પાંચ હજારની લીડથી જીત થશે. વાવ ગુલાબસિંહનું હોમ ગ્રાઉન્ડ છે. સુઈગામ અને વાવમાં કૉંગ્રેસને સારી લીડ મળશે. ભાભર તાલુકામાં કૉંગ્રેસને ઓછા મત મળશે. ભાભરમાં ઠાકોર સમાજના વધુ મતદાર હોવાથી ભાજપને ફાયદો થશે.

બીજી તરફ દેશના 13 રાજ્યોની 46 વિધાનસભા બેઠક, મહારાષ્ટ્રના નાંદેડ અને કેરળની વાયનાડ લોકસભા બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીના પણ મતગણતરી કરાશે.  વાયનાડ લોકસભા બેઠક પર પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી મેદાનમાં છે. પ્રિયંકા ગાંધી વાડ્રાની ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના દિગ્ગજ નેતા સત્યન મોકેરી અને ભારતીય જનતા પાર્ટીની નવ્યા હરિદાસ વચ્ચે ટક્કર છે. આ સિવાય કેરળની પલક્કડ અને ચેલાક્કારા વિધાનસભા બેઠકની મતગણતરી પણ કરાશે.  સાથે જ ઉત્તર પ્રદેશની નવ, રાજસ્થાનની સાત, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ, પંજાબ, બિહાર અને કર્ણાટકની ચાર-ચાર, મધ્ય પ્રદેશ અને કેરળની બે બે બેઠક સાથે છત્તીસગઢ, મેઘાલયની એક એક વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પણ આજે પરિણામ જાહેર કરાશે. ઉત્તર પ્રદેશના મીરાપુરા, કુંદરકી, સીસામઉં, કટેહરી, ફુલપુર, મઝવા, ગાઝિયાબાદ, કરહલ અને ખૈર બેઠક પર 20 નવેમ્બરે પેટાચૂંટણીનું મતદાન યોજાયુ હતુ. રાજસ્થાનની ઝુંઝુનુ, રામગઢ, દૌસા, દેવલી-ઉનિયારા, ખીંવસર, સલુંબર અને ચૌરાસી બેઠક પર પેટાચૂંટણીની મતગણતરી યોજાશે. પંજાબમાં ગિદ્દરબાહા, ડેરા બાબા નાનક, ચબ્બેવાલ અને બરનાલા વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણીનું મતગણતરી હાથ ધરાશે. કર્ણાટકની સંદુર, શિગ્ગાંવ અને ચન્નપટના વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. પશ્ચિમ બંગાળની સિતાઈ, મદારીહાટ, નૈહાટી, હરોઆ, મેદિનીપુર અને તાલડાંગરા વિધાનસભાની પેટાચૂંટણીના આજે પરિમાણ આવશે. અસમની ઢોલાઈ, સિડલી, બોંગાઈગાંવ, બેહાલી, સામાગુરૂ વિધાનસભા બેઠક, જ્યારે બિહારમાં તરારી, રામગઢ, ઈમામગંજ, બેલાગંજ અને મધ્ય પ્રદેશની વિજયપુર અને બુધની જ્યારે મેઘાલયમાં ગમબ્રેગેની પેટાચૂંટણીનું આજે પરિણામ આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
Embed widget