શોધખોળ કરો

Mumbai Rain: મુંબઈમાં ચોમાસાની થઈ ધમાકેદાર એન્ટ્રી, લોકોને ગરમી અને ઉકળાટથી મળી રાહત

મુંબઈના દાદર, થાણે, અંધેરી સહિતના વિસ્તારોમાં ઝમાઝમ વરસાદ વરસ્યો હતો. ભીષણ ગરમી અને લાંબી રાહ બાદ આ સીઝનનો પ્રથમ વરસાદ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મુંબઈમાં ધમાકેદાર વરસાદથી ગરમીથી રાહત, યલો એલર્ટ.
  • 25-26 જૂને મુંબઈમાં ચોમાસું વધુ સક્રિય થશે.
  • ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોનસૂન વરસાદ ચાલુ છે.
  • રાજ્યમાં સત્તાવાર ચોમાસાની હજુ રાહ જોવી પડશે.

મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદના આગમનથી લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે. મુંબઈના દાદર, થાણે, અંધેરી સહિતના વિસ્તારોમાં ઝમાઝમ વરસાદ વરસ્યો હતો. ભીષણ ગરમી અને લાંબી રાહ બાદ આ સીઝનનો પ્રથમ વરસાદ છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે મુંબઈમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે. ખાસ કરી 25 જૂન અને 26 જૂને ચોમાસું વધુ મજબૂત થશે. જેના કારણે ભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગ મુજબ 23 જૂનની આસપાસ દક્ષિણ-પશ્ચિમ મોનસૂન મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં આગળ વધશે.

રાજ્યમાં ચોમાસાના આગમનની કેટલી જોવી પડશે રાહ? 

હવામાન વિભાગ મુજબ રાજ્યમાં ચોમાસાના સત્તાવારના આગમનના હજુ કોઈ અણસાર દેખાઈ રહ્યા નથી. હવામાન વિભાગ મુજબ હાલ ચોમાસું હરનોઈ, સોલાપુર, હૈદરાબાદ,રાંચી અને મુઝફ્ફરપુરથી પસાર થઈ રહ્યું છે. 23 જૂન આસપાસ ચોમાસું તેલંગણા, ઓડિસા, ઝારખંડ,બિહાર અને છત્તીસગઢના વધુ ભાગોમાં આગળ વધે તેવી સાનુકૂળ સ્થિતિઓ સર્જાઈ રહી છે. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફની અસરને લઈને રાજ્યમાં આગામી સાત દિવસ પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો વરસાદ વરસી શકે છે. આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ વરસવાની આગાહી કરાઈ. તો અમદાવાદમાં પણ હળવા વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. તો મધ્ય ગુજરાતના ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ,આણંદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના છુટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી,ડાંગ, નવસારી અને વલસાડની સાથે સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે 

જો કે, રાજ્યના ખેડૂતો અને નાગરિકોએ સત્તાવાર ચોમાસાના આગમન માટે હજુ થોડી રાહ જોવી પડશે. જરાતના સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ભાગોમાં વાદળછાયા વાતાવરણ અને વીજળીના કડાકા સાથે પ્રિ-મોનસૂન વરસાદ વરસી રહ્યો છે. આ તરફ ગુજરાતમાં આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતના ખેડા, મહીસાગર, પંચમહાલ, આણંદ અને વડોદરા તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ સહિત દીવ-દમણમાં છુટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ રહેશે. નવસારી અને ચીખલીના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ પ્રિ-મોનસૂન વરસાદ શરૂ થતાં હાઈવે પર વિઝિબિલિટી ઘટી હતી, જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget