શોધખોળ કરો

Monsoon Date: ગરમીથી જલદી મળશે રાહક, ક્યારે આવશે ચોમાસું – IMD એ જાહેર કરી તારીખ

ગયા મહિને, IMD એ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની મોસમ દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી જે જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. જૂન અને જુલાઈ એ કૃષિ માટે સૌથી મહત્વપૂર્ણ ચોમાસાના મહિના માનવામાં આવે છે.

Monsoon 2024: ભારતીય હવામાન વિભાગે બુધવારે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેની આસપાસ કેરળમાં ત્રાટકે તેવી સંભાવના છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 1 જૂને કેરળમાં પ્રવેશે છે. આ પછી તે સામાન્ય રીતે ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, IMDએ જણાવ્યું હતું કે, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેના રોજ કેરળ પહોંચવાની ધારણા છે. IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ બુધવારે કહ્યું, તે વહેલું નથી. "આ સામાન્ય તારીખની નજીક છે કારણ કે કેરળમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન છે.

ગયા મહિને, IMD એ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની મોસમ દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી જે જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. જૂન અને જુલાઈ એ કૃષિ માટે સૌથી મહત્વપૂર્ણ ચોમાસાના મહિના માનવામાં આવે છે કારણ કે આ સમયગાળા દરમિયાન ખરીફ પાકની મોટાભાગની વાવણી થાય છે.

આ વખતે સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે

ભારતીય હવામાન વિભાગે 2024 માં ચોમાસાના સરેરાશથી વધુ વરસાદની આગાહી કરી છે, જે દેશના કૃષિ ક્ષેત્ર માટે સારા સમાચાર છે. ગત વર્ષે અનિયમિત હવામાનને કારણે કૃષિ ક્ષેત્રને અસર થઈ હતી. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ. રવિચંદ્રને જણાવ્યું હતું કે ચોમાસું સામાન્ય રીતે કેરળમાં 1 જૂનની આસપાસ આવે છે અને સપ્ટેમ્બરના મધ્યમાં પાછું ખસી જાય છે. આ વર્ષે સરેરાશ 106 ટકા વરસાદ થવાની ધારણા છે.

Monsoon Date: ગરમીથી જલદી મળશે રાહક, ક્યારે આવશે ચોમાસું – IMD એ જાહેર કરી તારીખ

ચોમાસું ભારતીય અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે

રવિચંદ્રને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આગાહી દર્શાવે છે કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાનો મોસમી વરસાદ લાંબા ગાળાની સરેરાશના 106 ટકા રહેવાની શક્યતા છે. IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે અલ નીનો, જે ચોમાસાને વિક્ષેપિત કરે છે, તે નબળું પડી રહ્યું છે અને ચોમાસાના આગમન સુધીમાં દૂર થઈ જશે. લા નીના ભારતમાં અતિશય વરસાદનું કારણ બને છે. ચોમાસું ભારતીય અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

દેશની લગભગ 50 ટકા ખેતીની જમીનમાં સિંચાઈનું બીજું કોઈ સાધન નથી. ચોમાસાનો વરસાદ દેશના જળાશયો અને જળચરોને રિચાર્જ કરવા માટે પણ મહત્વપૂર્ણ છે, જેમાંથી પાણીનો ઉપયોગ વર્ષના અંતમાં પાકને સિંચાઈ માટે કરી શકાય છે. ભારત અનાજના મોટા નિકાસકાર તરીકે ઉભરી આવ્યું છે, પરંતુ ગયા વર્ષે અનિયમિત ચોમાસાને કારણે કૃષિ ઉત્પાદનને અસર થઈ હતી. આને કારણે, પુરવઠો વધારવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે ખાંડ, ચોખા, ઘઉં અને ડુંગળીના વિદેશી શિપમેન્ટ પર રોક લગાવવી પડી હતી. કૃષિ ક્ષેત્રમાં મજબૂત વૃદ્ધિ ફુગાવાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget