શોધખોળ કરો

Monsoon Session: કેન્દ્રિય બજેટ અગાઉ આજે આવશે આર્થિક સર્વે, જાણો શું છે તેનો ઇતિહાસ?

Monsoon Session: આર્થિક સર્વે એક રિપોર્ટ કાર્ડ જેવું છે જેમાં છેલ્લા નાણાકીય વર્ષના હિસાબ હોય છે.

Monsoon Session: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 23 જૂલાઈએ NDA ગઠબંધન સરકારનું પ્રથમ અને PMના નેતૃત્વવાળી મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બજેટ રજૂ કરશે. આને કેન્દ્રીય બજેટ કહેવામાં આવે છે. કેન્દ્રીય બજેટના એક દિવસ પહેલા એટલે કે 22 જુલાઈએ સંસદમાં "આર્થિક સર્વે" રજૂ થઈ શકે છે. આર્થિક સર્વે એક રિપોર્ટ કાર્ડ જેવું છે જેમાં છેલ્લા નાણાકીય વર્ષના હિસાબ હોય છે.

1964 થી બજેટના એક દિવસ પહેલા આર્થિક સર્વેની પરંપરા

પ્રથમ આર્થિક સર્વે 1950-51માં રજૂ કરવામાં આવ્યું હતું. બજેટના એક દિવસ પહેલા રજૂ કરવાની પરંપરા 1964થી શરૂ થઈ હતી. આના માધ્યમથી જનતાને માત્ર અર્થવ્યવસ્થાની સાચી સ્થિતિ જ નહીં પરંતુ સરકાર અનેક પડકારો વિશે પણ જણાવે છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય તે પણ સર્વેમાં જણાવવામાં આવ્યું છે.

રોકાણકારો આર્થિક સર્વે પર નજર રાખે છે

સર્વેમાંથી સામાન્ય લોકોને માત્ર મોંઘવારી અને બેરોજગારીના આંકડા જ નહીં પરંતુ રોકાણ, બચત અને ખર્ચ અંગેના આઇડિયા પણ મળે છે. ધારો કે સરકારનું ધ્યાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર છે તો આ ક્ષેત્ર રોકાણકારોને આકર્ષી શકે છે. મતલબ કે આનાથી સેક્ટર મુજબની શક્યતાઓનો ખ્યાલ આવે છે. આ સર્વેમાં માત્ર સરકારની નીતિઓ વિશે જ માહિતી આપવામાં આવતી નથી, પરંતુ આર્થિક સર્વે સરકારની નીતિઓ વિશે પણ ભવિષ્યના આર્થિક દૃષ્ટિકોણ વિશે પણ જણાવે છે, તેથી જ તેને બજેટ પહેલાં રજૂ કરવાની પરંપરા છે.

કેન્દ્રીય બજેટ આ પ્રકારનું હોઈ શકે છે

ચૂંટણી પરિણામો પછી પીએમ મોદીએ મધ્યમ વર્ગ અને ઘરેલું બચત વધારવાની વાત કરી હતી તેથી નિષ્ણાતોનું કહેવું છે કે મોદી સરકાર મધ્યમ વર્ગ પર ફોકસ રહેશે. મતલબ કે ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં કરદાતાઓને રાહત મળી શકે છે. નવી ટેક્સ વ્યવસ્થામાં સ્લેબમાં ફેરફાર કરદાતાઓને રાહત આપશે તેવી શક્યતા છે. નવી ટેક્સ સિસ્ટમમાં ટેક્સ ફ્રી ઇનકમ 3 રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરી શકાશે. જેના કારણે 5 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકો 10,000 રૂપિયા સુધીની બચત કરી શકે છે.

આર્થિક સર્વે એ નાણાકીય દસ્તાવેજ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેના કારણે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો ન હતો. આર્થિક સર્વેક્ષણના 3 ભાગ છે. પ્રથમ ભાગમાં અર્થવ્યવસ્થાને લગતી મહત્વની બાબતોનો સમાવેશ થાય છે. તેમાં અર્થતંત્રના વિકાસની ગતિ વધારવા માટેની શક્યતાઓ, પડકારો અને ગતિને વધારવા માટે લેવામાં આવનારા પગલાઓ વિશે માહિતી છે.

બીજા ભાગમાં વિવિધ ક્ષેત્રોની કામગીરી અને તેને લગતો ડેટા છે. ત્રીજા ભાગમાં રોજગાર, મોંઘવારી, આયાત-નિકાસ, બેરોજગારી અને ઉત્પાદન જેવી અન્ય મહત્વપૂર્ણ માહિતી છે.

આર્થિક સર્વે કોણ તૈયાર કરે છે?

આર્થિક સર્વે રીલિઝ કરતા અગાઉ નાણામંત્રીની મંજૂરી લેવી પડે છે, ત્યારબાદ નાણામંત્રી દ્વારા આર્થિક સર્વે સંસદમાં રજૂ કરવામાં આવે છે અને તે પછી મુખ્ય આર્થિક સલાહકાર વર્તમાન નાણાકીય વર્ષની વિગતો રજૂ કરે છે. નાણા મંત્રાલયનો અર્થશાસ્ત્ર વિભાગ મુખ્ય આર્થિક સલાહકારની દેખરેખ હેઠળ આર્થિક સર્વે તૈયાર કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget