શોધખોળ કરો
Advertisement
બિહાર: મોતિહારીમાં મિડ ડે મીલ બનાવતા સમયે બોયલર ફાટ્યું, 4ના મોત
બિહારના મોતીહારીમાં બાળકો માટે મીડ ડે મીલ બનાવી રહેલી એક એનજીઓના રસોડામાં બોઇલર ફાટવાની ઘટના બની છે. જેમાં ચાર લોકોના મોત થયા છે.
પટના: બિહારના મોતીહારીમાં બાળકો માટે મીડ ડે મીલ બનાવી રહેલી એક એનજીઓના રસોડામાં બોઇલર ફાટવાની ઘટના બની છે. જેમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકોને ઇજા પહોંચી છે. જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટના સુગૌલી થાનાના બંગરા નજીકની છે.
ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડ ત્યાં દોડી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. ધડાકો એટલો જબરદસ્ત હતો કે મકાનની દિવાલો પણ ભાંગી પડી હતી. એનજીઓનો જે સુપરવાઇઝ આ રસોડાના નિરીક્ષણની જવાબદારી સંભાળે છે એ લાપતા હતો. પોલીસ એની તપાસ શરૂ કરી છે. ઇજાગ્રસ્તોને નજીકની હૉ઼સ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.Motihari: Four people have died and more than five have been injured after a boiler exploded in an NGO's kitchen in Sugauli, early morning today. Injured have been admitted to hospital. #Bihar pic.twitter.com/JC6gsn68MO
— ANI (@ANI) November 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion