શોધખોળ કરો

'સંતાન સુખ ઇચ્છુ છું, પતિને જેલમાંથી મુક્ત કરી દો', હાઇકોર્ટ પાસે માંગ કરનારી મહિલાને ઝટકો, મેડિકલ રિપોર્ટમાં થયો આ ખુલાસો

ખંડવાની રહેવાસી એક મહિલાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી બાદ કોર્ટે મેડિકલ તપાસનો આદેશ આપ્યો હતો. આ માટે જબલપુર મેડિકલ કૉલેજના ડીનને પાંચ ડૉક્ટરોની ટીમ બનાવવા માટે કહેવામાં આવ્યું હતું.

MP High Court News: મધ્યપ્રદેશમાં એક એક મહિલા દ્વારા કોર્ટમાં કરવામાં આવેલી વિચિત્ર માંગને હવે મોટો ખુલાસો સામે આવ્યો છે. મધ્યપ્રદેશમાં સંતાન સુખ મેળવવા ઇચ્છતી એક મહિલાએ હાઈકોર્ટમાં માંગ કરી હતી કે તેના પતિને જામીન પર છોડવામાં આવે. જોકે હવે મહિલાની આ ઈચ્છા પુરી થતી જણાતી નથી. ઉલટું તેના મેડિકલ રિપોર્ટથી તેને મોટો આંચકો લાગ્યો છે. હાઈકોર્ટના નિર્દેશો પર બનેલા મેડિકલ બોર્ડે પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે અરજદાર મહિલા બાળકોને જન્મ જ નથી આપી શકતી. આ મામલામાં આગામી સુનાવણી 18 ડિસેમ્બરે રાખવામાં આવી છે.

ખરેખરમાં, ખંડવાની રહેવાસી એક મહિલાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી બાદ કોર્ટે મેડિકલ તપાસનો આદેશ આપ્યો હતો. આ માટે જબલપુર મેડિકલ કૉલેજના ડીનને પાંચ ડૉક્ટરોની ટીમ બનાવવા માટે કહેવામાં આવ્યું હતું. આ પાંચ સભ્યોની ટીમે હવે તપાસ બાદ રિપોર્ટ સોંપ્યો છે. શુક્રવારે જસ્ટિસ વિવેક અગ્રવાલની સિંગલ બેંચ સમક્ષ મહિલાનો મેડિકલ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે અરજદાર મહિલા માતા નથી બની શકતી. 

મૌલિક અધિકારોનો હવાલો આપતા કરી હતી અપીલ 
નોંધનીય છે કે ખંડવાની રહેવાસી મહિલાએ હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે તેના પતિને એક અપરાધિક કેસમાં દોષી ઠેરવ્યા બાદ જેલની સજા ફટકારવામાં આવી છે. હાલ તેનો પતિ ઈન્દોર જેલમાં બંધ છે. મહિલાએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે માતૃત્વનું સુખ માણવા માંગે છે, જેના માટે તેણે તેના પતિને એક મહિના માટે કામચલાઉ જામીન આપવાની માંગ કરી હતી. અરજદાર વતી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશોને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે બાળકના સુખનો અધિકાર મૂળભૂત અધિકારો હેઠળ આવે છે.

હાઈકોર્ટની સૂચના પર મહિલા ડોક્ટરોની પાંચ સભ્યોની ટીમ સમક્ષ હાજર થઈ અને તેની મેડિકલ તપાસ કરવામાં આવી. ડોક્ટરોએ હાઈકોર્ટમાં પોતાનો તપાસ રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મહિલા બાળક પેદા કરવા માટે અક્ષમ છે. હવે આ મામલામાં આગામી સુનાવણી 18 ડિસેમ્બરે નિર્ધારિત કરવામાં આવી છે.

ડિગ્રી આપવા 4800 ડૉલર લીધા 
તેવી જ રીતે, અન્ય એક કેસમાં MBBS પ્રૉવિઝનલ ડિગ્રી માટે 75 રૂપિયાને બદલે 4800 યૂએસ ડૉલર એટલે કે 3 લાખ 75 હજાર રૂપિયાની વસૂલાતને પડકારતી અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ રવિ મલીમથની અધ્યક્ષતાવાળી બેંચે મધ્યપ્રદેશ મેડિકલ સાયન્સ યૂનિવર્સિટી અને મેડિકલ એજ્યૂકેશન ડિપાર્ટમેન્ટને નૉટિસ ફટકારી છે અને તેમનો જવાબ માંગ્યો છે.

આ દરમિયાન અરજદાર અર્પિતા ચૌહાણ વતી કહેવામાં આવ્યું હતું કે MBBS પછી તે પીજી મેડિકલ કોર્સમાં એડમિશન લેવા માંગે છે. એમબીબીએસની પ્રૉવિઝનલ ડિગ્રી માટે અરજી કરતી વખતે યૂનિવર્સિટીએ રમતગમત, સંસ્કૃતિ, યુનિવર્સિટી ડેવલપમેન્ટ અને અન્ય વસ્તુઓ માટેની ફી ઉમેરી અને તેને ડોલરમાં જમા કરવાનું કહ્યું. અરજદારે એનઆરઆઈ ક્વોટા હેઠળ ઇન્દોરની એમજીએમ મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
IND vs AUS: સિડનીમાં ભારતની હારના આ 3 મોટા કારણો, જાણો ઓસ્ટ્રેલિયા સામે ક્યાં થઈ ભૂલ
IND vs AUS: સિડનીમાં ભારતની હારના આ 3 મોટા કારણો, જાણો ઓસ્ટ્રેલિયા સામે ક્યાં થઈ ભૂલ
BSNLની ગ્રાહકોને ભેટ, ફ્રીમાં વધારી 1 મહિનાની વેલિડિટી, 60GB એકસ્ટ્રા ડેટા પણ મળશે
BSNLની ગ્રાહકોને ભેટ, ફ્રીમાં વધારી 1 મહિનાની વેલિડિટી, 60GB એકસ્ટ્રા ડેટા પણ મળશે
Jasprit Bumrah: સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બોલિંગ કેમ નથી કરી રહ્યો બુમરાહ? કારણ જાણીને તમે ચોંકી જશો
Jasprit Bumrah: સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બોલિંગ કેમ નથી કરી રહ્યો બુમરાહ? કારણ જાણીને તમે ચોંકી જશો
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
Embed widget