શોધખોળ કરો

Mughal History: મુઘલોના ખજાનામાંથી કેમ દિવસ-રાત નિકળતો હતો ધુમાડો?

બાબરની આગામી પેઢીઓએ તિજોરી એટલી હદે ભરી દીધી કે, ભારત આવતા પ્રવાસીઓએ પણ તેનો ઉલ્લેખ તેમના અહેવાલોમાં કરવો પડ્યો હતો.

Akbar Treasure how Many People used to Work : ભારતને કંઈ એમ જ સોનાની ચિડીયા નહોતી કહેવામાં આવતો. ભારતની સમૃદ્ધ ભૂમિ જોઈને ગરીબીને લઈને ઝુઝુમી રઘેલા બાબરે અહીં આવવાનું નક્કી કર્યું અને મુઘલ સલ્તનતની સ્થાપના કરી. બાબરે ખૂબ જ ટૂંકા સમય માટે સત્તા સંભાળી પરંતુ લૂંટફાટ કર્યા બાદ તેણે તિજોરી ભરવાનું શરૂ કર્યું. બાબરની આગામી પેઢીઓએ તિજોરી એટલી હદે ભરી દીધી કે, ભારત આવતા પ્રવાસીઓએ પણ તેનો ઉલ્લેખ તેમના અહેવાલોમાં કરવો પડ્યો હતો.

ઈંગ્લેન્ડ, ઈટાલી, પોર્ટુગલ અને ફ્રાન્સના લોકો મુઘલ સલ્તનતની જાહોજલાલી અને રૂતબો જોઈને રીતસરના ચોંકી જતા હતા. મુઘલ સલ્તનતની સમૃદ્ધિના ઘણા કારણો છે. ઉદાહરણ તરીકે જહાંગીરને હીરા અને ઝવેરાત પસંદ હતા, જ્યારે શાહજહાંને કબરો ગમતી હતી જે મુઘલ વારસાની કહાની બયાં કરે છે. તો અકબર મોટા પાયે કર વસુલતો હતો. આ રીતે મુઘલ સલ્તનત વિવિધ વસ્તુઓને લઈને અતિ સમૃદ્ધ બની હતી.

કેવી હતી તિજોરીની હાલત?

અકબરના નવરત્ન અબુલ ફઝલે આઈન-એ-અકબરીમાં ઉલ્લેખ કર્યો છે કે, મુઘલો પાસે કેટલો ખજાનો હતો અને કેટલા લોકો દ્વારા તેની સાર સંભાળ રાખવામાં આવતી હતી. તેણે લખ્યું કે, અકબરની તિજોરીને જોતા એવું લાગે છે કે, તે તિજોરી નહીં પરંતુ ફેક્ટરી છે, જ્યાં મોટા પાયે લોકો તૈનાત હતા. દરેકની જુદી જુદી જવાબદારીઓ હતી.

તિજોરીમાં ઘણા વિભાગો હતા. ખ્વાજાસરા ઈતમાદ ખાન ઉર્ફે ફૂલ મલિક કે, જેઓ અકબરના ખાસ કહેવાતા હતા, તેને આ ખજાનો સંભાળવાની જવાબદારી હતી. ફૂલ મલિકનું કામ રાજદરબારના મુખ્ય ખજાનચીને બે લાખ દામ સોંપવાનું હતું જ્યારે ખજાનચી પાસે બે લાખ ભેગા થયા. બે લાખની કિંમત એટલે આજના પાંચ હજાર રૂપિયા.

એટલું જ નહીં, બાદશાહને મળેલી ભેટોને સાચવવાની જવાબદારી એક અલગ ખજાનચીને સોંપવામાં આવી હતી. આ બધું કામ કરવા માટે તિજોરીમાં મોટી ટીમ કામ કરતી હતી.

મોગલોના તિજોરીમાંથી કેમ નીકળતો હતો ધુમાડો?

અબુલ ફઝલે મુઘલોની તિજોરીને કારખાના તરીકે પણ ગણાવી હતી કારણ કે, અહીં સેંકડો શાહુકારો કામ કરતા હતા. તે સોના, ચાંદી અને તાંબાની પાટોમાંથી મહોર બનાવતા હતા. આ કામ દિવસ-રાત ચાલતું હતું. ધાતુઓને ઓગાળવામાં આવતી હતી, જેના પરિણામે દિવસ-રાત ચીમનીમાંથી ધુમાડો નીકળતો રહેતો હતો. કહેવાય છે કે, અહીંની ધૂળ પણ લોકોને ધનવાન બનાવતી દેતી હતી.

સોદાગરો એટલે કે વ્યાપારીઓ બહારથી સોનું અને ચાંદી લાવતા હતા અને મુઘલ સલ્તનત તે સમયે ભારતમાં જે વસ્તુઓનો વેપાર થતો હતો તેની સાથે તેની બદલી કરતી હતી.

કેવી-કેવી હતી જવાબદારીઓ?

આઈન-એ-અકબરી અનુસાર, મુઘલ તિજોરીમાં એવા લોકોનો સમાવેશ થતો હતો જેઓ સોના અને ચાંદીને પીગળીને સિક્કા અને સ્ટેમ્પના આકાર આપવારા, ચાંદીને ઓગાળનાર, ધાતુની અસલિયત ઓળખી કાઢતા હતા અને ધાતુઓની રાખ એકત્રિત કરનારાઓની એક મસ મોટી ટીમ હતી.

તિજોરીના એક ભાગમાં મહોરો પણ બનાવવામાં આવી હતી. આ જ કારણ હતું કે, ત્યાંની રાખ પણ કિંમતી હતી. અકબરના શાસન દરમિયાન બધાને કિંમતી ધાતુઓ ભારતની બહાર લઈ જવાની છૂટ નહોતી. જો કોઈ આવું કરે તો તેને આકરી સજા કરવામાં આવતી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

Embed widget