શોધખોળ કરો
Advertisement
મુંબઇ ઇન્ડિયન્સની બેગમાંથી મળી મુકેશ અંબાણીને ધમકી આપતી ચિઠ્ઠી, નાગપુરથી જિલેટીનનું શું છે કનેકશન
મુંબઇ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના ઘરની બહારથી કારમાંથી મળેલા વિસ્ફોટક અને ઘમકી ભરેલી ચિઠ્ઠીની પોલી તપાસ કરી રહી છે. કારમાંથી જે ચિઠ્ઠી મળી છે, તે મુદે મોટો ખુલાસો થયો છે.
અંબાણીના ઘરની બહાર મળેલી શંકાસ્પદ કાર અને વિસ્ફોટક મામલે તપાસ થઇ રહી છે. જે સ્કોર્પિયો કારમાથી ચિઠ્ઠી મળી છે. તે મુંબઇ ઇન્ડિયન્સની બેગમાં હોવાનું સામે આવ્યું છે. આ બેગ સ્કોર્પિયોની સીટ પર પડી હતી.
મુંબઇ ઇન્ડિયન્લ આઇપીએલની ક્રિકેટ ટીમ છે. જેના માલિક મુકેશ અંબાણી છે..ધમકી ભરેલી ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું હતું કે, ‘આ તો હજું ટેઇલર છે. હવે પછી સામાન પુરો થઇને તારી પાસે આવશે, વ્યવસ્થા થઇ ચૂકી છે’
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ઘટનાને અંજામ આપવા માટે લાંબા સમયથી પ્લાનિંગ થઇ રહ્યું હતું. આરોપી કારને ઘરની સામે નજીક જ ઉભી રાખવા માંગતો હતો પરંતુ સઘન સુરક્ષાના કારણે એ શક્ય ન બન્યું. તેમના દ્વારા અંબાણી પરિવારની હલચલ પર નજર રાખવામાં આવી રહી હતી. દરેક કોન્વેને ટ્રેક કરવામાં આવતું હતું.
જે વ્યક્તિએ અહીં સ્કોપિયો કાર ઉભી રાખી હતી તે સ્ક્રોર્પિયો કાર અહીં છોડીને ઇનોવા કારમાંથી બેસીને જતો રહ્યો હતો. જે કંપનીનું જેલિટીન હતું. તે નાગપુરની કંપની હોવાનું સામે આવ્યું છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હવે એ નાગપુરની કંપનીએ પહોંચીને તપાસ કરશે.
આ મામલામાં તપાસ કરવા માટે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની કુલ 10 ટીમ કાર્યરત છે. આ મામલે અત્યાર સુધી 10 શંકાસ્પદ શખ્સો પર નજર રાખાવમાં આવી રહી છે. આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. સીઆરપીએફ અંબાણીના નિવાસ સ્થાનની સુરક્ષાનો રિવ્યું કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement