શોધખોળ કરો

Mumbai Airport: દેશનું સૌથી વ્યસ્ત રહેતું મુંબઈ એરપોર્ટ 6 કલાક બંધ રહેશે, સવારે 11 થી 5 ચાલશે આ કામ

દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ મંગળવારે (18 ઓક્ટોબર) છ કલાક માટે બંધ રહેશે.

Mumbai Airport News: દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ મંગળવારે (18 ઓક્ટોબર) છ કલાક માટે બંધ રહેશે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ આવતીકાલે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી એરપોર્ટ બંધ રહેશે. આ દરમિયાન જાળવણીની (Maintenance) કામગીરી કરવામાં આવશે.

સમારકામ અને મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે

છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA), દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક, સુરક્ષિત અને અવિરત રનવે ઓપરેશન જાળવવામાં ગર્વ અનુભવે છે, એમ નિવેદનમાં જણાવાયું છે. મેન્ટેનન્સનું કામ ઘણી વખત થતું હોય છે. આવી સ્થિતિમાં, એરપોર્ટની કામગીરી યોગ્ય રીતે ચાલુ રાખવા માટે CSMIAએ મંગળવારે 18 ઓક્ટોબરે રનવે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તે સવારે 11:00 થી 17:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ દરમિયાન સમારકામ અને જાળવણીની કામગીરી કરવામાં આવશે.

બંને રનવે પર મેન્ટેનન્સનું કામ થશે

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એરપોર્ટના બંને રનવે RWY 14/32 અને 09/27 રિપેર અને મેઇન્ટેનન્સનું કામ કરશે. ચોમાસા પછી રનવેનું પ્રિવેન્ટીવ મેન્ટેનન્સ હેઠળ, રનવે એઝ લાઇટનું અપગ્રેડેશન, 14/32 માટે એજીએલ (એરોનોટિકલ ગ્રાઉન્ડ લાઇટ) જેવા મુખ્ય કામો કરવામાં આવશે. આ મેન્ટેનન્સની કામગીરી દરમિયાન ઝડપથી એરપોર્ટના રનવેની સાફ-સફાઈથી લઈને જરુરી લાગતી જગ્યાએ રિ-કાર્પેટીંગ, રનવેની એઝ લાઈટનું રિપેરીંગ વગેરે પ્રકારની કામગીરી કરવામાં આવશે. 

ફ્લાઈટ્સને રિ-શેડ્યૂલ કરવામાં આવી...

CSMIAએ જણાવ્યું હતું કે દરરોજ 800થી વધુ એરક્રાફ્ટ લેન્ડ અને ટેક ઓફ કરે છે. આવી સ્થિતિમાં, દર વર્ષે ચોમાસા પછીના જાળવણી કાર્યને અમલમાં મૂકવામાં આવે છે જેથી અમે મુસાફરોની સલામત મુસાફરીની ખાતરી કરી શકીએ. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એરલાઇન ગ્રાહકો અને અન્ય મુખ્ય હિતધારકોના સહયોગથી મેન્ટેનન્સનું કામ સરળતા પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે ફ્લાઇટ્સ અસરકારક રીતે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. મહત્વનું છે કે, મુંબઈ એરપોર્ટ દેશનું ખુબ જ વ્યસ્ત એરપોર્ટ છે જેથી આ મેન્ટેનન્સની કામગીરી વખતે તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે.

આ પણ વાંચો...

Supreme Court Chief Justice: સુપ્રીમ કોર્ટના 50મા CJI બનશે ડીવાય ચંદ્રચુડ, રાષ્ટ્રપતિએ નામ પર મહોર લગાવી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ

Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી

WPL 2025: ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટૉપ પર પહોંચી દિલ્હી કેપિટલ્સ, આરસીબીને નુકસાન

Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન

ABP Premium

વિડિઓઝ

Kheda: ચેકિંગ દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમ પર માફિયાઓએ કર્યો હુમલો , જુઓ વીડિયોમાંHun To Bolish: હું તો બોલીશ : કોના પાપે અસલામત જિંદગી?Hun To Bolish: હું તો બોલીશ : પુત્રોના હાથમાં હથિયાર, મંત્રીના મોઢે રામBhikhusinh Parmar Son Scuffle : મંત્રી ભીખુસિંહના પુત્રોની મારામારી મામલે સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ
Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
WPL 2025: ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટૉપ પર પહોંચી દિલ્હી કેપિટલ્સ, આરસીબીને નુકસાન
WPL 2025: ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટૉપ પર પહોંચી દિલ્હી કેપિટલ્સ, આરસીબીને નુકસાન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025: આજે કરો શિવજીની મનભરીને પૂજા, પહેલા જાણી લો કઇ-કઇ સામગ્રીની રહેશે જરૂર...

Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ

US Gold Card: અમેરિકાની નાગરિકતા માટે આપવા પડશે 5 મિલિયન ડૉલર, ટ્રમ્પની નવી 'ગોલ્ડ કાર્ડ' યોજના અંગે જાણો

International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત

Embed widget