શોધખોળ કરો
52 બોમ્બ બ્લાસ્ટ કરનાર આતંકી ડૉ. જલીસ અન્સારી કાનપુરથી ઝડપાયો, પેરોલ દરમિયાન થયો હતો ફરાર
રાજસ્થાનની અજમેરમાં અન્સારી સજા ભોગવી રહ્યો હતો ત્યારે તેને સુપ્રીમ કોર્ટે 21 દિવસની પેરોલ પર છોડવામાં આવ્યો હતો. તે ગુરુવારે ફરાર થઈ ગયો હતો.

મુંબઈ: દેશભરમાં 52 બોમ્બ બ્લાસ્ટ કરનાર આતંકી ડૉ બોમ્બ ઉર્ફે ડો જલીસ અન્સારીને મહારાષ્ટ્ર એટીએસ અને યૂપી એસટીએફની ટીમે ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી ધરપકડ કરી છે. અન્સારી ઉત્તર પ્રદેશના રસ્તે નેપાળ ભાગવાની તૈયારી કરી રહ્યો હતો. અજમેર જેલમાંથી 21 દિવસની પેરોલ પર બહાર આવેલો અન્સારી ગુરવારે સવારે 5 વાગ્યાથી ફરાર હતો. પેરોલ પર ફરાર થયા બાદ દેશભરની તપાસ એજન્સીઓ અને પોલીસ હરકત આવી ગઈ હતી. ડૉ. જલીસ અન્સારી વ્યવસાયે એમબીબીએસ ડૉક્ટર રહી ચુક્યો છે. તેથી તેને ડૉ. બૉમ્બ કહેવામાં આવે છે કે. આ આતંકવાદીએ દેશના પાંચ રાજ્યમાં 52 બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. જેમાં મુંબઈ પોલીસના અનેક સ્ટેશનો, શિવસેનાની સાત-આઠ શાખાઓ, ગુરુદ્વારા, મુંબઈના રેલવે સ્ટેશન અને મહત્વપૂર્ણ લોકોના કાર્યાલય સામેલ છે. અન્સારીની 1994માં મુંબઈમાં તેના ઘરમાંથી ધરપકડ કરી હતી. રાજસ્થાનની અજમેરમાં અન્સારી સજા ભોગવી રહ્યો હતો ત્યારે તેને સુપ્રીમ કોર્ટે 21 દિવસની પેરોલ પર છોડવામાં આવ્યો હતો. તેને દરરોજ મુંબઈના આગ્રીપાડા પોલીસ સ્ટેશનમા હાજરી આપવાના નિર્દેશ હતા પરંતુ તે ગુરુવારે ફરાર થઈ ગયો હતો. પોલીસ તે લોકોની પણ ધરપકડ કરી છે. જેઓએ જલીસને ભાગવામાં મદદ કરી હતી.
વધુ વાંચો




















