શોધખોળ કરો
Advertisement
અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને 26 કરોડની ખંડણી વસૂલી માટે કેટલા વર્ષની થઈ જેલ, જાણો શું છે સમગ્ર મામલો
આ પહેલા ઓગસ્ટ 2019માં મકોકા કોર્ટે છોટા રાજનને બીઆર શેટ્ટી શૂટ આઉટ મામલે દોષી જાહેર કર્યો હતો. કોર્ટે તેને 8 વર્ષની સજા સંભળાવી હતી.
મુંબઈઃ મુંબઈની સેશન્સ કોર્ટે આજે ગેંગસ્ટર છોટા રાજનને સજા સંભળાવી હતી. રાજન પર 2015માં પનવેલના બિલ્ડર નંદૂ વાજેકરને ધમકાવીને 26 કરોડની વસૂલી કરવાનો આરોપ હતો. આ સિવાય તેના ત્રણ સાગરિતોને પણ ખંડણી વસૂલ કરવાના મામલે બે વર્ષની સજા સંભળાવી હતી.
2015માં નંદૂ વાજેકરે પુણેમાં એક જમીન ખરીદી હતી. જેના બદલામાં એજન્ટ પરમાનંદ ઠક્કર(હાલ વોન્ટેડ છે) ને 2 કરોડ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. ઠક્કરને વધુ રૂપિયા જોઈતા હતા, પરંતુ વાજેકરે રૂપિયા આપવાનો ઈનકાર કરી દીધો હતો. જે બાદ ઠક્કરે છોટા રાજનનો સંપર્ક કર્યો હતો અને રાજને પોતાના સાગરિતોની મદદથી વાજેકરને ધમકાવીને 26 કરોડની વસૂલી કરી હતી.
આ મામલામાં મુખ્ય આરોપી પરમાનંદ ઠક્કર છે અને હાલ તે ફરાર છે. છોટા રાજને પોતાના કેટલાંક લોકોને વાજેકરની ઓફિસમાં મોકલ્યા અને પિસ્તોલ દેખાડીને ધમકી આપી હતી. આરોપ છે કે વાજેકરથી 2 કરોડની જગ્યાએ 26 કરોડ લીધા હતા અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. છોટા રાજનને ભારત લાવવામાં આવ્યા બાદ તેની પર લાગેલા તમામ મામલાઓ CBIને ટ્રાંસફર થઈ ગયા હતા. તેમાં એક આ મામલો પણ હતો. આ મામલો પનવેલમાં રજિસ્ટર કરવામાં આવ્યો હતો. હાલ, છોટા રાજન તિહાડ જેલમાં છે.
આ પહેલા ઓગસ્ટ 2019માં મકોકા કોર્ટે છોટા રાજનને બીઆર શેટ્ટી શૂટ આઉટ મામલે દોષી જાહેર કર્યો હતો. કોર્ટે તેને 8 વર્ષની સજા સંભળાવી હતી. 2012માં મુંબઈના વેપારી બીઆર શેટ્ટી પર ત્રણ ગોળી ચલાવી હતી, પરંતુ તેમાં તેમન આબાદ બચાવ થયો હતો.
Coronavirus Strain: દેશમાં કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિતોની સંખ્યા કેટલી થઈ? જાણો વિગત
ખેડૂત આંદોલન વચ્ચે રિલાયન્સની સ્પષ્ટતાઃ કોર્પોરેટ ફાર્મિંગ અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગની નથી કોઈ યોજના
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion