Rajula Heart Attack : રાજુલામાં લગ્ન પ્રસંગમાં ગરબા રમતા હાર્ટ અટેક આવતાં યુવકનું મોત
Rajula Heart Attack : રાજુલામાં લગ્ન પ્રસંગમાં ગરબા રમતા હાર્ટ અટેક આવતાં યુવકનું મોત
રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત છે. અમરેલીના રાજુલામાં લગ્નમાં યુવકને હાર્ટ અટેક આવતા મોત થઈ ગયું. મોડી રાત્રે રાસ રમતા રમતા 24 વર્ષીય પાવન પટેલે જીવ ગુમાવ્યો અને તે જમીન ઉપર ઢળી પડ્યો, જેથી હોસ્પિટલ લઈ જવાયો. પરંતુ ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારમાં શોક માહોલ શોકનો માહોલ છે. પાવન પટેલ સર્જન કન્સ્ટ્રક્શનના કિશોરભાઈ પટેલનો પુત્ર હતો. અમદાવાદમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો કરતો હતો. હાર્ટ એટેક આવતા યુવક ઢળી પડ્યો હતો ત્યારે હોસ્પિટલે તેમને ખસેડવામાં આવ્યો હતો અને ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો.





















