Mumbai Fire: લાલબાગમાં આવેલી બહૂમાળી બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, એકનું મોત
શહેરના કરી રોડ પર આવેલી બિલ્ડિંગમાં બપોરે 12 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. અવિઘ્ન પાર્ક એપાર્ટમેન્ટમાં આગ લાગતાં ભારે અફરા-તફરી મચી ગઈ હતી. બહુમાળી બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી.
મુંબઈઃ શહેરના કરી રોડ પર આવેલી બિલ્ડિંગમાં બપોરે 12 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. અવિઘ્ન પાર્ક એપાર્ટમેન્ટમાં આગ લાગતાં ભારે અફરા-તફરી મચી ગઈ હતી. બહુમાળી બિલ્ડિંગના 19માં માળે આગ લાગી હતી. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. વ્યક્તિએ જીવ બચાવવા માટે બિલ્ડિંગના 21મા માળેથી છલાંગ લગાવી હતી.
બિલ્ડિંગમાં લાગેલી આગના એક વીડિયો પ્રમાણે, એક શખ્સે જીવ બચાવવા માટે બાલકની સાથે લટકતો દેખાય છે અને આ પછી તે નીચે પડી જાય છે. જોકે, હજુ એ સ્પષ્ટ થયું નથી કે આ શખ્સ બચી ગયો છે કે તેનું મોત થઈ ગયું છે.
Mumbai | One person dead in fire at Avighna Park apartment building on Curry Road pic.twitter.com/pMdV4tNP7h
— ANI (@ANI) October 22, 2021
દેશની આર્થિક રાજધાની મુંબઈના લાલબાગ વિસ્તારમાં આવેલી 60 માળીની બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કહેવાય રહ્યું છે કે, આગ એટલી ભયંકર હતી કે, 17 માળથી 25 માળ સુધી ફેલાઇ ગઈ હતી. મળતી જાણકારી પ્રમાણે, કરી રોડ વિસ્તારમાં આ બિલ્ડિંગ નિર્માણાધીન છે. આ બિલ્ડિંગમાં કેટલાય મોટા બિઝનેસમેન રહે છે. અત્યારે ફાયર બ્રિગેડની કેટલીય ગાડીઓ ત્યાં પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જોકે, અત્યારે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. બિલ્ડિંગની આસપાસ અન્ય ઇમારતો છે. આવામાં ચિંતા છે કે, આગ પર ઝડપથી કાબૂ ન મેળવાય તો મોટું નુકસાન થઈ શકે છે.
બિલ્ડિંગમાં લાગેલી આગના એક વીડિયો પ્રમાણે, એક શખ્સે જીવ બચાવવા માટે બાલકની સાથે લટકતો દેખાય છે અને આ પછી તે નીચે પડી જાય છે. જોકે, હજુ એ સ્પષ્ટ થયું નથી કે આ શખ્સ બચી ગયો છે કે તેનું મોત થઈ ગયું છે.
એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આગમાં કેટલાક નાગરિકો ફસાયેલા હોઇ શકે છે. ફાયર બ્રિગેડે લેવલ થ્રી કોલ જાહેર કરી દીધો છે. સ્થાનિક ધારાસભ્ય અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, ભીષણ આગથી બચવા એક સખ્સ 21મા માળની ગેલેરી પર લટકી ગયો હતો. જોકે, હાથ છૂટી જતાં તે નીચે પડી ગયો હતો. તેને નજીકની હોસ્પિટલ ખસેડાયો છે.