શોધખોળ કરો

News: હૉસ્પીટલમાં સર્જાયુ મોતનું તાંડવ, એક ભૂલના કારણે 48 કલાકમાં 49 દર્દીઓ મોતને ભેટ્યા, જાણો મામલો

મહારાષ્ટ્રના મુંબઇમાં બે હૉસ્પીટલોમાં 48 કલાકમાં 49 દર્દીઓના મોતથી હાહાકાર મચી ગયો છે. ખરેખર વાત એમ છે કે, મહારાષ્ટ્રની બે હૉસ્પીટલો, જે એક નાડ અને બીજી છત્રપતિ સંભાજીનગરમાં આવેલી છે,

Mumbai News: ચોમાસાની સિઝન પુરી થવાની તૈયારીમાં છે. ઠેર ઠેર રોગચાળો ફાટી નીકળ્યો છે, અને દર્દીઓથી કેટલાય શહેરોની મોટાભાગના હૉસ્પીટલો ઉભરાઇ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે મુંબઇમાથી એક મોટી બેદરકારીની ઘટના સામે આવી છે. અહીં હૉસ્પીટલોની બેદરકારીથી 49 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. 

મળતી માહિતી પ્રમાણે, મહારાષ્ટ્રના મુંબઇમાં બે હૉસ્પીટલોમાં 48 કલાકમાં 49 દર્દીઓના મોતથી હાહાકાર મચી ગયો છે. ખરેખર વાત એમ છે કે, મહારાષ્ટ્રની બે હૉસ્પીટલો, જે એક નાડ અને બીજી છત્રપતિ સંભાજીનગરમાં આવેલી છે, જ્યાં દવાઓની અછત સર્જાઇ હતી, જેના કારણે 48 કલાકમાં 49 દર્દીનાં મોત થયા હતા. રિપોર્ટ પ્રમાણે, નાંડમાં 31 દર્દીઓના મોત થયા છે જ્યારે છત્રપતિ સંભાજીનગરની હૉસ્પીટલમાં 18 દર્દીઓ મોતને ભેટ્યા છે. હૉસ્પીટલની બેદરકારી એવી હતી કે, અહીં મોટા પાયે દવાઓની અછત સર્જાઇ એટલુ જ નહીં હૉસ્પીટલમાં ક્ષમતા કરતાં વધુ દર્દીઓનો પણ ભરાવો થઇ ગયો હતો. જોકે, આ ઘટનાના પડઘા સમગ્ર મહારાષ્ટ્રમાં પડ્યા છે, જે પછી રાજ્યની શિન્દે સરકાર પર વિપક્ષ સવાલો ઉઠાવીને તપાસની માંગ કરી રહી છે. 

શહેરના પૂર્વ વિસ્તારમાં ડેન્ગ્યૂ, મેલેરિયા સહિતના રોગો ફાટી નીકળ્યા

ચોમાસાની સિઝન પુરી થવાની તૈયારીમાં છે, ઋતુ અંતિમ તબક્કામાં છે, અને ઠેર ઠેર પડેલા વરસાદના કારણે શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, શહેરના પૂર્વ વિસ્તારમાં દરરોજ ડેન્ગ્યૂ, મેલેરિયા, ઝાડા ઉલટી અને ટાઇફૉઇડના કેસોમાં સતત વધારો નોંધાતા એએમસી તંત્ર હરકતમાં આવી ગયુ છે, અને દવાનો છંટકાવ અને ફૉગિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રોગચાળો સતત વધી રહ્યો છે, પૂર્વ વિસ્તારમાં ડેન્ગ્યૂ, મેલેરિયા, ઝાડા-ઊલટી, ટાઇફૉઇડ, કમળાના કેસોમાં વધારો થયો છે. હાલની સ્થિતિમાં અમદાવાદમાં ડેન્ગ્યૂના ૫૬૬ કેસો અને મેલેરિયાના ૧૨૪ કેસ નોંધાયા છે. એટલું જ નહીં એક સપ્તાહમાં ડેન્ગ્યૂના ૧૭૩, મેલેરિયાના ૪૧ કેસનો વધારો થયો હોવાની પણ વાત છે. આને લઇને હવે AMCએ શહેરમાં ઠેર ઠેર ફૉગિંગ અને દવાનો છંટકાવ કરવાનું શરૂ કર્યુ છે. 

ડેન્ગ્યુ કેમ ઝડપથી ફેલાઈ રહ્યો છે ? તેનો ટાઈપ-2 સ્ટ્રેન ખૂબ જ જોખમી છે, આ રીતે કરો બચાવ 

ભારતમાં ડેન્ગ્યુના કેસોમાં અચાનક વધારો થયો છે. સમગ્ર ઉત્તર ભારત અને દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા ભાગોમાં આ દિવસોમાં ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે. તાજેતરમાં દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે ચોમાસાના પૂર બાદ પાણી ભરાઈ ગયા હતા. ઉત્તર ભારતના અન્ય વિસ્તારોમાં પણ પૂરના કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. દિલ્હીમાં પૂર બાદ ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં દિલ્હી સરકારે ડેન્ગ્યુ જીનોમ ઓળખ માટે 20 ડેન્ગ્યુ સેમ્પલ મોકલ્યા હતા. તેમાંથી સૌથી ખતરનાક DENV-2 સ્ટ્રેન 19 કેસમાં જોવા મળ્યું હતું. ડેન્ગ્યુના આ સ્ટ્રેનને લઈ આરોગ્ય અધિકારીઓ અને લોકોની ચિંતા વધી છે. દિલ્હીના આરોગ્ય વિભાગને જાણવા મળ્યું છે કે 20 માંથી 19 સેમ્પલ ટાઇપ 2 ડેન્ગ્યુના હતા, જે સૌથી ખતરનાક માનવામાં આવે છે.

ડેન્ગ્યુ ટાઇપ-2 સ્ટ્રેન શું છે ?

ડેન્ગ્યુ ટાઈપ-2 એક ખતરનાક સ્ટ્રેન છે. આ ડેન્ગ્યુનો સૌથી ખતરનાક સ્ટ્રેન છે. ડેન્ગ્યુ વાયરસમાં DENV-1, DENV-2, DENV-3 અને DENV-4 સ્ટ્રેન છે, જેમાં DENV-2 સ્ટ્રેન સૌથી ખતરનાક છે. દિલ્હીમાં ડેન્ગ્યુના 90 ટકાથી વધુ કેસ DENV-2 સ્ટ્રેનના છે. જેના કારણે દર્દીનો જીવ પણ જઈ શકે છે. આ જ કારણ છે કે દિલ્હી સરકારે તમામ સરકારી એજન્સીઓ સહિત સામાન્ય લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. DENV-2 ચેપના લક્ષણો ડેન્ગ્યુના અન્ય સીરોટાઇપ જેવા જ છે, પરંતુ તે વધુ ગંભીર હોઈ શકે છે. સામાન્ય રીતે ચેપગ્રસ્ત મચ્છર કરડ્યાના 3-7 દિવસ પછી લક્ષણો શરૂ થાય છે.

જોરદાર તાવ
ગંભીર માથાનો દુખાવો
સ્નાયુ, હાડકા અને સાંધાનો દુખાવો
ઉબકા આવવા
ઉલટી થવી
ત્વચા પર ખંજવાળ અથવા ફોલ્લીઓ
ગંભીર નબળાઇ આવવી
આંખોની પાછળના ભાગમાં દુખાવો

ડેન્ગ્યુથી બચવાના ઉપાયો

ઘરની આસપાસ ક્યાંય પણ પાણી જમા ન થવા દો. જો કૂલરમાં, વાસણમાં કે અન્ય કોઈ વસ્તુમાં લાંબા સમય સુધી પાણી રહેતું હોય તો તેને ખાલી કરી દો.
પાણીની ટાંકી ઢાંકીને રાખો.
બારીઓ અને દરવાજા પર જાળી લગાવો જેથી મચ્છર બહારથી પ્રવેશી ન શકે.
મચ્છરોથી બચવા માટે ઘરની આસપાસ મચ્છર મારવની દવાનો છંટકાવ કરો.
મચ્છરોથી બચવા માટે મચ્છરદાની સાથે સૂવાનું રાખો.
મચ્છરોથી બચવા માટે આખુ શરીર ઢંકાય તે પ્રકારના કપડાં પહેરો.
તાવ, દુખાવો, ઉલ્ટી જેવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લો.
ડૉક્ટરની સલાહ ખૂબ જ મહત્વપૂર્ણ છે

ઘણી વખત લોકો ડેન્ગ્યુના હળવા લક્ષણોને વાયરલ ઈન્ફેક્શન અથવા ફ્લૂ સમજી લે છે. સાવચેતીમાં સલામતી છે, જો તમને કોઈપણ પ્રકારના લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લો. તેની યોગ્ય સારવાર કરવી જોઈએ કારણ કે ગંભીર લક્ષણો ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ (Dengue Shock Syndrome)  થઈ શકે છે.  જે કારણે  ડેન્ગ્યુ હેમરેજિક તાવ  થઈ શકે છે અને  રક્ત વાહિનીઓને નુકસાન, લીવરને નુકસાન ભારે રક્તસ્રાવ અને મૃત્યુ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget