મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત
મુંબઈના વરલી વિસ્તારમાં હિટ એન્ડ રન કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી મિહિર શાહના પિતા રાજેશ શાહ અને અન્ય વ્યક્તિ રાજ ઋષિ રાજેન્દ્ર સિંહ વિદાવતની ધરપકડ કરી છે.
Mumbai Hit And Run Case Update: મુંબઈના વરલી વિસ્તારમાં હિટ એન્ડ રન કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી મિહિર શાહના પિતા રાજેશ શાહ અને અન્ય વ્યક્તિ રાજ ઋષિ રાજેન્દ્ર સિંહ વિદાવતની ધરપકડ કરી છે. બંનેને સોમવારે (8 જુલાઈ) કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બંનેને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને સહકાર ન આપવા અને અન્ય કલમો હેઠળ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
વરલીમાં BMW કારની ટક્કરથી મહિલાનું મોત થયું હતું
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના પુણેની જેમ મુંબઈના વર્લીમાં પણ હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. રવિવારે (7 જુલાઈ) એક BMW કારે સ્કૂટર પર સવાર યુગલને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ મહિલા બોનેટ પર ઢસડાઈ હતી. આ અકસ્માતમાં મહિલાએ જીવ ગુમાવ્યો હતો. વરલીના પ્રખ્યાત એટ્રિયા મોલ પાસે એક બેકાબૂ BMW કારે એક માછીમાર દંપતીને ટક્કર મારી હતી.
#UPDATE | Mumbai | Worli hit and run case: Worli Police have arrested Rajendra Singh Bidawat who was present inside the car and the father of the person, Rajesh Shah. Mihir Shah is absconding, 6 Police teams have been formed to find him: Worli Police
— ANI (@ANI) July 7, 2024
Visuals of the accused being… https://t.co/8G1VVeKzEk pic.twitter.com/NtDxSDYvV7
મળતી માહિતી મુજબ, સ્કૂટર પર સવાર પતિ-પત્ની માછીમારીનું કામ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. ન્યૂઝ એજન્સી IANSના રિપોર્ટ અનુસાર, કારની ટક્કર બાદ મહિલા કારના બોનેટ પર પડી હતી, આ પછી પણ કાર ચાલકે કાર રોકી ન હતી. મહિલા લાંબા સમય સુધી ઢસડાતી રહી અને પછી નીચે પડી. મુંબઈ પોલીસે આ કેસમાં શિવસેના (શિંદે) નેતા રાજેશ શાહની અટકાયત કરી હતી. પોલીસે BMW કાર કબજે કરી છે
પોલીસના જણાવ્યા અનુસાર શિવસેના (શિંદે) નેતા રાજેશ શાહનો પુત્ર મિહિર કાર ચલાવી રહ્યો હતો. તેણે જ માછીમાર દંપતીની બાઇકને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત બાદ દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું, જ્યાં ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી. દરમિયાન તેના પતિની સારવાર ચાલુ છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદે આ દુર્ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેઓએ ખાતરી આપી કે તેમણે પોલીસ સાથે વાત કરી છે. ગુનેગાર કોઈપણ હોય તેને બક્ષવામાં આવશે નહીં. કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, કાયદા બધા માટે સમાન છે.