પ્રેમિકાએ પ્રેમીને શરીર સુખ માણવા બોલાવ્યો, બંને કામલીલામાં વ્યસ્ત હતાં ને સાસરિયાંએ આવીને પ્રેમીનું માથું કાપી નાંખીને......
રિપોર્ટ છે કે, પ્રેમીકાને મળવા ગયેલા પ્રેમીના મૃતદેહને પ્રેમીકાના ગામની નજીકની ગંડક નદીમાંથી પાંચ દિવસ બાદ જપ્ત કરવામાં આવ્યો. મૃતદેહનો ગરદનનો ઉપરનો ભાગ ગાયબ છે.
પટનાઃ બિહારમાંથી એક સનસનીખેજ ખબર સામે આવી છે. અહીં ગોપાલગંજ વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં (Love Affair) એક યુવકની નિર્મમ હત્યા (Brutal Murder) કરવાની ઘટના સામે આવી છે. પ્રેમિકાએ પોતાના પ્રેમીને શરીર સુખ માણવા પોતાના ઘરે બોલાવ્યો હતો, આ વાતની જાણ તેના પરિવારજનોને થઇ જતા તે લોકોએ પ્રેમી અને પ્રેમીકા જ્યારે કામલીલામાં વ્યસ્ત હતાં તે સમયે આવીને પ્રેમીનું માથું કાપી નાંખીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.
રિપોર્ટ છે કે, પ્રેમીકાને મળવા ગયેલા પ્રેમીના મૃતદેહને પ્રેમીકાના ગામની નજીકની ગંડક નદીમાંથી પાંચ દિવસ બાદ જપ્ત કરવામાં આવ્યો. મૃતદેહનો ગરદનનો ઉપરનો ભાગ ગાયબ છે. પ્રેમીના આ માથાના ભાગમાંથી કપાયેલા મૃતદેહને ગામની પાસેની ગંડક નદીમાંથી જપ્ત કરવામાં આવ્યો છે. મૃતકનુ નામ પ્રેમ કુમાર છે. તે વિશંભરપુરના રૂપછાપ ગામનો રહેવાસી હતો.
કહેવાઇ રહ્યું છે કે, પ્રેમ કુમારના વિશંભરપુરના જ સિપાયા કાસ તાડ પર ટોલમાં કોઇ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. મૃતકના ભાઇ બુલેટ કુમાર યાદવ અનુસાર પ્રેમને પ્રેમીકાના ઘરવાળાઓે પહેલા ફોન કરીને તેના ઘરે બોલાવ્યો, તેને બેરહરમીથી માર માર્યો. માર માર્યા બાદ તેના ભાઇના માથાને કાપીને અડધો બાગ ગંડક નદીમાં ફેંકી દીધો, જોકે હાલ માથાના ભાગ નથી મળી શક્યો. રવિવારે પોલીસે ખુબ શોધખોળ કરી બાદમાં મૃતકના મૃતદેહને ગંડક નદીમાંથી શોધી કાઢ્યો હતો.
સદન એસડીપીઓ નરેશ પાસવાને બતાવ્યુ કે, મૃતકના પરિવારજનોના નિવેદનો પર કેટલાય લોકોએ વિશંભરપુર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી હતી. આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. મૃતકના કપાયેલા માથા સાથેનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઇ છે, કેસ પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલો હોવાનુ મનાય છે. પોલીસે મૃતદેહનો હાલ પૉસ્ટમોટર્મ માટે હૉસ્પીટલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ હત્યાકાંડની તપાસ એફએસએલની ટીમ દ્વારા કરાવવામાં આવી રહી છે.