શોધખોળ કરો

એકતરફી મુસ્લિમ છૂટાછેડા પર મહત્વનો ચુકાદો: જો પત્ની ઇનકાર કરે તો કોર્ટના આદેશથી જ છૂટાછેડા માન્ય ગણાશે

One Sided Talaq: મદ્રાસ હાઈકોર્ટ દ્વારા કેસની સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું કે શરીયત કાઉન્સિલને નિર્ણય લેવાનો અધિકાર નથી.

One Sided Talaq: મુસ્લિમ છૂટાછેડા અંગે મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે જો પતિ દ્વારા આપવામાં આવેલા છૂટાછેડાને પત્ની નકારી રહી હોય તો માત્ર અદાલત દ્વારા જ છૂટાછેડા થઈ શકે છે. આ ટિપ્પણી સાથે હાઈકોર્ટે તમિલનાડુની શરીયત કાઉન્સિલ દ્વારા જારી કરાયેલા છૂટાછેડા પ્રમાણપત્રને ગેરકાયદેસર જાહેર કર્યું છે. કોર્ટે બીજા લગ્ન કરી ચૂકેલા પતિને એ પણ આદેશ આપ્યો છે કે તે પ્રથમ પત્નીને વળતર અને ભરણપોષણ ખર્ચ આપે.

હાઈકોર્ટના જસ્ટિસ જી.આર. સ્વામીનાથને આ મહત્વના ચુકાદામાં એ પણ કહ્યું કે જો પતિ બીજા લગ્ન કરે તો પ્રથમ પત્નીને તેની સાથે રહેવા માટે મજબૂર કરી શકાય નહીં. મુસ્લિમ પર્સનલ લૉમાં પુરુષોને એકથી વધુ લગ્નની મંજૂરી છે. તેમ છતાં આનાથી પ્રથમ પત્નીને માનસિક પીડા થાય છે. આવા કિસ્સામાં 'ઘરેલુ હિંસા કાયદા'ની કલમ 3 હેઠળ આને ક્રૂરતા તરીકે જોઈ શકાય છે. જો પ્રથમ પત્ની પતિના બીજા લગ્નથી સંમત ન હોય તો કલમ 12 હેઠળ તે અલગ રહેવા અને પતિ પાસેથી ભરણપોષણ ખર્ચ મેળવવાની હકદાર છે.

સમગ્ર મામલો શું છે?

જે કેસમાં હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે, તેમાં બંને પક્ષકારોના લગ્ન 2010માં થયા હતા. વર્ષ 2018માં પત્નીએ 'ઘરેલુ હિંસા કાયદા'ની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી. જવાબમાં પતિએ દાવો કર્યો કે તેણે સ્ત્રીને છૂટાછેડા આપી દીધા છે. મુસ્લિમ પર્સનલ લૉમાં છૂટાછેડા માટે ત્રણ નોટિસ જરૂરી હોય છે. કોર્ટ સમક્ષ માત્ર પ્રથમ અને બીજી નોટિસ જ રજૂ કરી શકાઈ.

"શરીયત કાઉન્સિલને નિર્ણયનો અધિકાર નથી"

પતિએ તમિલનાડુ મુસ્લિમ તૌહીદ જમાતની શરીયત કાઉન્સિલના ચીફ કાઝીનું એક પ્રમાણપત્ર રજૂ કર્યું. 29 નવેમ્બર 2017ની તારીખથી જારી આ પ્રમાણપત્રમાં કાઝીએ છૂટાછેડાને માન્યતા આપી હતી. આ માટે આધાર એ બાબતને બનાવવામાં આવ્યો હતો કે પતિના પિતાએ છૂટાછેડા થઈ ગયા હોવાની પુષ્ટિ કરી. હાઈકોર્ટે કહ્યું કે ત્રીજી નોટિસની જગ્યાએ પિતાની સાક્ષીના આધારે છૂટાછેડાને માન્યતા મળી શકે નહીં.

પતિ વળતર અને ભરણપોષણ ભથ્થું આપે - HC

હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે શરીયત કાઉન્સિલ કે આવી કોઈપણ ખાનગી સંસ્થા છૂટાછેડાનું પ્રમાણપત્ર આપી શકે નહીં. જો છૂટાછેડા અંગે વિવાદ હોય તો પતિએ કાયદા હેઠળ સ્થાપિત અદાલતમાં જવું જોઈએ. ત્યાં જ નિર્ણય થઈ શકે કે ખરેખર છૂટાછેડા થયા કે નહીં. આવા કિસ્સામાં હાઈકોર્ટે એ માનવાનો ઇનકાર કરી દીધો કે પક્ષકારો વચ્ચે છૂટાછેડા થઈ ચૂક્યા છે. હાઈકોર્ટે નીચલી અદાલતના એ આદેશને પણ માન્ય રાખ્યો, જેમાં પતિને કહેવામાં આવ્યું હતું કે તે પત્નીને પોતાની માનસિક ક્રૂરતા માટે 5 લાખ રૂપિયા વળતર આપે અને દર મહિને 2500 રૂપિયા ભરણપોષણ ભથ્થું પણ આપે.

આ પણ વાંચોઃ

રસ્તામાં જે આવશે...', લોરેન્સ બિશ્નોઈ ગેંગે સાંસદ પપ્પુ યાદવને ફોન કર્યો, શું વાત થઈ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
કપિલ શર્માના શોમાં નહીં જાય સ્મૃતિ મંધાના,શું લગ્ન તૂટવાથી લીધો આ નિર્ણય?
કપિલ શર્માના શોમાં નહીં જાય સ્મૃતિ મંધાના,શું લગ્ન તૂટવાથી લીધો આ નિર્ણય?
સસ્પેન્સ ખતમ! કોચે કર્યો ખુલાસો, વિરાટ કોહલી 2027નો વર્લ્ડ કપ રમશે કે નહીં
સસ્પેન્સ ખતમ! કોચે કર્યો ખુલાસો, વિરાટ કોહલી 2027નો વર્લ્ડ કપ રમશે કે નહીં
ગુગલમાં ફક્ત ટાઈપ કરો
ગુગલમાં ફક્ત ટાઈપ કરો "do a barrel roll" પછી જુઓ તમારી સ્ક્રીન પર જાદુ
Embed widget