Maharashtra: મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની હોસ્પિટલમાં 24 કલાકમાં 12 નવજાત સહિત 24ના મોત
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 12 નવજાત બાળકો સહિત ઘણા લોકોના મોત થયા છે. હોસ્પિટલના ડીને તેની પાછળનું કારણ દવાઓ અને મેડિકલ સ્ટાફની અછતને ગણાવ્યું છે.
Nanded News: મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 12 નવજાત બાળકો સહિત ઘણા લોકોના મોત થયા છે. હોસ્પિટલના ડીને તેની પાછળનું કારણ દવાઓ અને મેડિકલ સ્ટાફની અછતને ગણાવ્યું છે. ડો. શંકરરાવ ચવ્હાણ સરકારી મેડિકલ કૉલેજના ડીનએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં થયેલા 24 મૃત્યુમાંથી 12 વિવિધ રોગોના કારણે થયા છે અને મોટા ભાગના મૃત્યુ સાપ કરડવાથી થયા છે.
એનડીટીવી અનુસાર, ડીને કહ્યું કે છેલ્લા 24 કલાકમાં છ મેલ અને છ ફિમેલ બાળકોના મોત થયા છે. 12 કિશોરોએ પણ જીવ ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે ઘણા સ્ટાફના ટ્રાન્સફરને કારણે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે અહીં દૂર-દૂરથી દર્દીઓ આવે છે. થોડા દિવસોથી અહીં દર્દીઓની સંખ્યા વધી છે અને બજેટની સમસ્યા ઉભી થઈ છે. ડીને જણાવ્યું કે અહીં એક હાફકાઈન ઈન્સ્ટિટ્યૂટ છે. અમારે તેમની પાસેથી દવાઓ ખરીદવી હતી પરંતુ તે થઈ શક્યું નહીં. પરંતુ અમે સ્થાનિક રીતે દવા ખરીદી અને દર્દીઓને આપી.
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શું કહ્યું ?
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં મોતની ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની પ્રતિક્રિયા પણ સામે આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદેએ આ ઘટનાને દુર્ભાગ્ય ગણાવી છે. આ સાથે જ તેમણે મુંબઈમાં પત્રકારોને જણાવ્યું હતું કે આ અંગે વધુ માહિતી મેળવવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
વિપક્ષે પણ નિશાન સાધ્યું છે
આ સાથે જ વિપક્ષે શિંદે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ટ્રિપલ એન્જિન સરકારે આની જવાબદારી લેવી જોઈએ. રાજ્યના પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા અશોહ ચવ્હાણે કહ્યું કે કુલ 24 લોકોએ જીવ ગુમાવ્યા છે. 70ની હાલત ગંભીર છે. અહીં મેડિકલ સુવિધાઓ અને સ્ટાફની અછત છે. ઘણી નર્સોની બદલી કરવામાં આવી છે અને તેમની બદલીના જગ્યાએ કોઈને લેવામાં આવ્યા નથી. ઘણા મશીનો કામ કરતા નથી. હોસ્પિટલની ક્ષમતા 500 દર્દીઓની છે પરંતુ અહીં 1200 દર્દીઓ દાખલ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેઓ આ અંગે અજિત પવાર સાથે વાત કરશે. સરકારે આ બાબતને ગંભીરતાથી જોવી જોઈએ અને પરિસ્થિતિને કાબૂમાં લેવી જોઈએ.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial