શોધખોળ કરો
Advertisement
હવેથી 24 કલાક ખુલ્લી રહશે થિયેટર્સ અને દુકાનો, મૉલમાં રાત્રે પણ કામ કરી શકશે મહિલાઓ
નવી દિલ્હી: કેંદ્રીય કેબિનેટે બુધવારે 7મા પગાર પંચને મંજૂરી આપી હતી. તેના લીધે હવે 98 લાખ કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 23 ટકાનો વધારો થશે, તેની સાથે મંત્રીમંડળ એક એવા કાયદાકીય પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેનાથી દેશભરમાં દુકાનો, મૉલ, થિયટર્સ અને બીજી સંસ્થાઓને આખુ વર્ષ ચલાવવા અને 24 કલાક પોતાની સુવિધા પ્રમાણે ખોલવા અને બંધ કરવાની અનુમતિ આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેંદ્ર મોદીના કેબિનેટે આ વ્યવસ્થા પ્રમાણે બુધવારે કેબિનેટ મીટિંગમાં ચર્ચા પછી શૉપ્સ એંડ અસ્ટેબ્લિસ્મેંટ એક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. આ મૉડલ કાયદામાં રાતની શિફ્ટમાં યોગ્ય સુરક્ષા ઉપાયોની સાથે મહિલાઓને નિયુક્ત કરવાની અનુમતિ આપવામાં આવી છે. તેમાં કર્મચારીઓને પીવાનું પાણી, કેંટીન, બાળકો માટે ઘર, મેડિકલ અસિસ્ટેંટ જેવી સુવિદ્યાઓ ઉપર પણ જોર આપવામાં આવ્યું છે.
શ્રમ મંત્રાલયના પ્રસ્તાવ પ્રમાણે, આ આદર્શ કાયદો રાજ્યો દ્ધારા અપનાવી શકે છે અને તેમાં પોતાની જરૂરરિયાતોના હિસાબે સુધારવાની પણ છૂટ હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
આરોગ્ય
રાજકોટ
Advertisement