શોધખોળ કરો

'સરસ્વતી જ્યારે બુદ્ધિ વહેંચી રહ્યા હતા ત્યારે તેઓ રસ્તામાં ઊભા હતા', કોનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ કટાક્ષ કર્યો

FinTech Fest Mumbai: પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ફિનટેકને કારણે જે પરિવર્તન આવ્યું છે, તે માત્ર ટેકનોલોજી સુધી મર્યાદિત નથી, પરંતુ તેની સામાજિક અસર ખૂબ વધારે છે. ગામ અને શહેર વચ્ચેનું અંતર ઘટ્યું છે.

Global FinTech Fest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં ફિનટેક ક્રાંતિ અંગે પ્રશ્નો ઉઠાવનારા નેતાઓ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે આ લોકો કહેતા હતા કે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. મુંબઈના જિયો કન્વેન્શન સેન્ટરમાં શુક્રવારે (30 ઓગસ્ટ) ગ્લોબલ ફિનટેક ફેસ્ટ દરમિયાન પીએમ મોદીએ લોકોને સંબોધતા આ વાતો કહી. પીએમ મોદીએ ટકોર કરતા કહ્યું કે જ્યારે સરસ્વતી માતા બુદ્ધિ વહેંચી રહ્યા હતા ત્યારે આવા લોકો રસ્તામાં જ ઊભા હતા. તેમણે જણાવ્યું કે કેવી રીતે છેલ્લા 10 વર્ષોમાં ફિનટેકમાં રોકાણ દ્વારા આ ક્ષેત્રમાં સુધારો કરવામાં આવ્યો છે.

પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે આજે સપનાઓનું શહેર મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે લોકો ભારત આવતા હતા ત્યારે અમારી સાંસ્કૃતિક વિવિધતા જોઈને આશ્ચર્યચકિત થઈ જતા હતા. હવે લોકો ભારત આવે છે ત્યારે આપણી ફિનટેક વિવિધતા જોઈને આશ્ચર્યચકિત થાય છે. એરપોર્ટ પર લેન્ડ થવાથી લઈને શોપિંગ સુધી ભારતની ફિનટેક ક્રાંતિ ચારે તરફ દેખાય છે. છેલ્લા 10 વર્ષોમાં ફિનટેક ક્ષેત્રમાં 31 બિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે.

મારા જેવા ચાવાળાને પૂછવામાં આવતું હતું કે ફિનટેક ક્રાંતિ કેવી રીતે થશે - પીએમ મોદી

વડાપ્રધાને ભારતમાં સસ્તા મોબાઈલ ફોન, ડેટા અને ઝીરો બેલેન્સ જન ધન બેંક ખાતાઓનો ઉલ્લેખ કર્યો અને પછી વિપક્ષ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, "તમને યાદ હશે કે પહેલા કેટલાક લોકો સંસદમાં ઊભા થઈને પૂછતા હતા. પોતાને ખૂબ વિદ્વાન માનનારા લોકો પૂછતા હતા. સરસ્વતી જ્યારે બુદ્ધિ વહેંચી રહ્યા હતા ત્યારે તેઓ રસ્તામાં પહેલા ઊભા હતા. તેઓ કહેતા હતા કે ભારતમાં બેંકની આટલી શાખાઓ, ઈન્ટરનેટ અને બેંક નથી. અહીં સુધી કે કહી દેતા હતા કે ભારતમાં વીજળી પણ નથી."

પીએમ મોદીએ આગળ કહ્યું, "તેઓ કહેતા હતા કે ફિનટેક ક્રાંતિ કેવી રીતે થશે. આ પૂછવામાં આવતું હતું અને મારા જેવા ચાવાળાને પૂછવામાં આવતું હતું. પરંતુ આજે જુઓ એક દાયકામાં જ ભારતમાં બ્રોડબેન્ડ યુઝર્સ 6 કરોડથી વધીને 94 કરોડ થઈ ગયા છે. આજે 18 વર્ષથી ઉપરનો ભાગ્યે જ કોઈ ભારતીય હોય, જેની ડિજિટલ આઈડેન્ટિટી એટલે કે આધાર કાર્ડ ન હોય. આજે 53 કરોડથી વધુ લોકો પાસે જન ધન બેંક ખાતા થઈ ગયા છે. 10 વર્ષમાં યુરોપિયન યુનિયનની વસ્તી જેટલા લોકોને બેંકિંગ સિસ્ટમ સાથે જોડ્યા છે."

કરન્સીથી ક્યુઆર કોડમાં સદીઓ લાગી ગઈ: પીએમ મોદી

ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે અમે સાયબર ફ્રોડને રોક્યું છે. બેંકિંગને હવે ગામ ગામ સુધી ફેલાવવામાં આવ્યું છે. ફિનટેકે નાણાકીય સેવાઓને લોકશાહી બનાવી છે. આજે સરકારની સેંકડો યોજનાઓનો લાભ ડિજિટલ રીતે મળી રહ્યો છે. તેમણે કહ્યું કે કોરોનાના વિપરીત સમયમાં પણ અમારી બેંકિંગ સિસ્ટમ ચાલુ રહી. કરન્સીથી ક્યુઆર કોડ સુધીની યાત્રામાં સદીઓ લાગી ગઈ પરંતુ હવે અમે દરરોજ નવી વસ્તુઓ જોઈ રહ્યા છીએ.

તેમણે કહ્યું કે આ ફિનટેક ફેસ્ટનો પાંચમો સમારોહ છે, જ્યારે દસમામાં આવીશ ત્યારે તમે પણ કલ્પના નહીં કરી હોય કે ત્યાં તમે પણ પહોંચશો. સ્ટાર્ટઅપ કરનારા કેટલાક લોકોને 10-10 હોમવર્ક આપીને આવ્યો છું, કારણ કે હું સમજી શકું છું કે ખૂબ મોટી ક્રાંતિ લાવવામાં આવવાની છે અને તેનો પાયો અમે અહીં જોઈ રહ્યા છીએ. આ જ વિશ્વાસ સાથે મારી શુભેચ્છાઓ છે.

આ પણ વાંચોઃ

Pension: હવે સરળતાથી મળી જશે પેન્શન, હવે 9 નહીં પણ માત્ર આ એક જ ફોર્મ ભરવાથી કામ થઈ જશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

"જો કમળનું પાટીયું હટી ગયું તો કોઈ ઓળખશે પણ નહીં.." – ભાજપના ધારાસભ્યની કાર્યકર્તાઓને ધમકીભર્યા શબ્દોમાં....
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
નિર્ણયને પડકારી શક્યા હોત, પરંતુ વિનેશ ફોગાટ..., હરીશ સાલ્વેએ કર્યો મોટો ખુલાસો
નિર્ણયને પડકારી શક્યા હોત, પરંતુ વિનેશ ફોગાટ..., હરીશ સાલ્વેએ કર્યો મોટો ખુલાસો
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

CR Patil | ભાજપની ટિકિટ મેળવવા માટે કાર્યકરે શું કરવું પડશે? જુઓ પાટીલે શું કહ્યું?Gujarat Rain Forecast | ગુજરાત પર વધુ એક વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં પડશે વરસાદ?Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, PM મોદીના હસ્તે 16મીએ લોકાર્પણAmbaji Grand Fair| આજે ત્રીજા દિવસે યાત્રાળુઓમાં કેવો છે માહોલ?, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"જો કમળનું પાટીયું હટી ગયું તો કોઈ ઓળખશે પણ નહીં.." – ભાજપના ધારાસભ્યની કાર્યકર્તાઓને ધમકીભર્યા શબ્દોમાં....
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
નિર્ણયને પડકારી શક્યા હોત, પરંતુ વિનેશ ફોગાટ..., હરીશ સાલ્વેએ કર્યો મોટો ખુલાસો
નિર્ણયને પડકારી શક્યા હોત, પરંતુ વિનેશ ફોગાટ..., હરીશ સાલ્વેએ કર્યો મોટો ખુલાસો
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
Mini Moon: 29 સપ્ટેમ્બરથી આકાશમાં દેખાશે બે ચંદ્ર, અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીએ આખી દુનિયાને ચોંકાવી દીધી
Mini Moon: 29 સપ્ટેમ્બરથી આકાશમાં દેખાશે બે ચંદ્ર, અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીએ આખી દુનિયાને ચોંકાવી દીધી
CCI Report: એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે સેમસંગ અને શાઓમીની મિલીભગત, ગ્રાહકોને આ રીતે ચૂનો ચોપડી રહ્યા છે
CCI Report: એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે સેમસંગ અને શાઓમીની મિલીભગત, ગ્રાહકોને આ રીતે ચૂનો ચોપડી રહ્યા છે
ખોટી રીતે કોઈ લઈ રહ્યું છે પીએમ કિસાન યોજનાનો લાભ, અહીં કરી શકો છો ફરિયાદ
ખોટી રીતે કોઈ લઈ રહ્યું છે પીએમ કિસાન યોજનાનો લાભ, અહીં કરી શકો છો ફરિયાદ
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
Embed widget