શોધખોળ કરો
‘વર્જિનિટી’ ટેસ્ટમાં ફેલ થતાં લગ્નના 48 કલાકમાં પતિએ આપ્યા ડિવૉર્સ

મુંબઈ: મહારાષ્ટ્રમાં એક સનસનીખેજનો મામલો સામે આવ્યો છે. નાસિક જિલ્લામાં એક જાતિ પંચાયતે લગ્નના 48 કલાક પછી એક નવવિવાહિત યુવતીને છૂટાછેડા આપવાનો નિર્ણય સંભળાવ્યો છે. આરોપ એવો છે કે નવવિવાહિત યુવતીના પતિએ પંચાયતને જણાવ્યું હતું કે, જે યુવતી સાથે તેના લગ્ન થયા છે તે વર્ઝિનિટી ટેસ્ટમાં ફેલ થઈ હતી, અને તેના પછી ગામની પંચાયતે છૂટાછેડાનો નિર્ણય આપ્યો હતો. એક અગ્રણી અંગ્રેજી અખબારના મતે, 22 મેના રોજ લગ્નના એક દિવસ પછી ગામની જે જાતિ પંચાયતે આ નિર્ણય સંભળાવ્યો છે તે રાજ્યમાં ગેરફાયદેસર છે. આરોપ એવો લાગેલો છે કે પંચાયત દ્ધારા દુલ્હાને સુહાગરાતના દિવસે એક સફેદ ચાદર આપવામાં આવી હતી અને તેને કહેવામાં આવ્યું હતું કે બીજા દિવસે તેને પાછી આપે. સુહાગરાતના બીજા દિવસે દુલ્હાએ પંચાયતને ચાદર પાછી આપી હતી, તેમાં કોઈ લોહીના ડાઘા નહોતા, અને તેના પછી પંચાયતે દુલ્હાને સંબંધ તોડી નાંખવાનો આદેશ આપ્યો હતો. સામાજિક કાર્યકર્તા રંજના ગંવડે અને કૃષ્ણા ચાંદગુડેએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે, આ યુવતી પોલીસ ભર્તી માટે ફિજિકલ ટેસ્ટની તૈયારી કરી રહી હતી, અને તે રનિંગ, ઉંચી કૂદ, સાઈક્લિંગ અને અન્યની પ્રેક્ટિસ કરી રહી હતી. તેમને જણાવ્યું હતું કે, તે આ મામલે સમાધાન માટે ગુરુવારે જાતિ પંચાયતના નેતાઓની સાથે બેઠક કરશે. અને જો સમાધાન ન થયું તો આ મામલે પોલીસ ફરિયાદ પણ કરશે.
વધુ વાંચો





















