શોધખોળ કરો
Advertisement
આતંકી હુમલા અને યુદ્ધમાં સૈનિકોનો બચાવી શકાશે જીવ, DRDOએ બનાવી ખાસ દવા
નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરની દુર્ગમ પહાડીઓથી લઈને છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના ગાઢ અને દુર્ગમ જંગલો સુધી આતંકવાદીઓ અને નક્સલીઓની સાથે અથડામણમાં ઘાયલ થનારા જવાનોને તાત્કાલીક સારવાર નથી મળતી અને તેમને જીવ ગુમાવવો પડે છે. ભારતીય વૈજ્ઞાનિકોએએ કેટલીક એવી દવાઓ વિકસિત કરી છે, જેનાથી ઘાયલ જવાનોને હોસ્પિટલ પહોંચાડી શકાય ત્યાં સુધી ઘાવને રાહત મળી રહે છે. તેને ઘાયલ જવાનોનો જીવ બચાવવાની દૃષ્ટિએ ગોલ્ડન સમય કહેવાય છે.
DRDOના વૈજ્ઞાનિક આ વિશે જણાવે છે કે આ દવામાં રક્તસ્ત્રાવને અટકાવવાની ક્ષમતા, અવશોષક ડ્રેસિંગ અને ગ્લિસરેટેડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધી જ વસ્તુઓ જંગલ અને દુર્ગમ વિસ્તારમાં થયેલા યુદ્ધ અને આતંવાદી હુમલાની સ્થિતિમાં જવાનોનો જીવ બચાવી શકે છે.
આ મામલે DRDOના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ દવાથી મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો કરી શકાય તેમ છે. વૈજ્ઞાનિકો ડીઆરડીઓની પ્રયોગશાળા ઇન્સ્ટિટ્યુટ ઑફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ એપ્લાયડ સાયન્સિસમાં દવાઓની તૈયારી કરી રહ્યા છે, આ દવાથી ઇજાગ્રસ્ત થયા પછી, હોસ્પિટલમાં ખેસડવા દરમિયાન તેમને પ્રાથમિક સારવાર તરીકે આ દવાના ઉપયોગથી તેમના જીવિત બચાવી સંભાવના વધી જાય છે. અર્ધલશ્કરી દળો અને સંરક્ષણ કર્મચારીઓ માટે યુદ્ધના સમયમાં ડીઆરડીઓની સ્વદેશી ઉત્પાદિત દવાઓ એક વરદાન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement