National Herald Caseમાં EDએ સોનિયા ગાંધીની પૂછપરછ કરી, થરૂર, ગેહલોત, પાયલટની અટકાયત
કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ઓફિસ જશે
LIVE
Background
નવી દિલ્હીઃ કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ઓફિસ જશે. દરમિયાન કોંગ્રેસ પાર્ટી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ આ અંગે તૈયારીઓમાં વ્યસ્ત છે. આ અંગે પોલીસ પણ સતર્ક બની ગઇ છે. કોગ્રેસ દ્ધારા દિલ્હીની સાથે અન્ય રાજ્યોમાં પણ પ્રદર્શન કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં મોટું પ્રદર્શન થઈ શકે છે. બંને રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે.
આજની પૂછપરછ પૂર્ણ થઈ
મની લોન્ડરિંગ સાથે સંબંધિત 'નેશનલ હેરાલ્ડ' અખબારના સંદર્ભમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આજે પૂછપરછ પૂરી થઈ ગઈ છે. કેન્દ્રીય એજન્સી ED તેમને સોમવારે ફરી પૂછપરછ માટે બોલાવી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ આજે લગભગ ત્રણ કલાક સુધી સોનિયા ગાંધીની પૂછપરછ કરી હતી.
થરૂર, ગેહલોત, પાયલોટ કસ્ટડીમાં
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની EDની પૂછપરછ સામે વિરોધ કરી રહેલા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ શશિ થરૂર, સીએમ અશોક ગેહલોત, સચિન પાયલોટની અટકાયત કરવામા આવી છે. તે સિવાય કોગ્રેસના અનેક કાર્યકરોની પણ અટકાયત કરાઇ છે. સીએમ ગેહલોતે કહ્યું કે સોનિયા ગાંધીની ઉંમર 70 વર્ષથી વધુ છે, તેમણે ઘરે આવીને EDની પૂછપરછ કરવી જોઈતી હતી. આ સમયે ઈડીનો દુરુપયોગ થઈ રહ્યો છે એ વાત સૌ જાણે છે, એ કોઈ નવી વાત નથી.
Delhi | Congress leaders P Chidambaram, Ajay Maken and others detained in the wake of nationwide protest called by the party over ED probe against Sonia Gandhi pic.twitter.com/g8xx013aMf
— ANI (@ANI) July 21, 2022
કોગ્રેસના સાંસદો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાશે
Delhi | Congress MPs from Parliament head to party headquarters located at 24, Akbar Road, ahead of Sonia Gandhi's appearance before ED in the National Herald case pic.twitter.com/oGJGfvEsPl