શોધખોળ કરો
Advertisement
અમૃતસરના રસ્તા પર લાગ્યા નવજોત સિંહ સિદ્ધુ અને ઇમરાન ખાનના પોસ્ટર, જાણો કેમ
સિદ્ધુને 9 નવેમ્બરે કરતારપુર સાહિબ કોરિડોરના ઉદ્ધઘાટન સમારોહમાં ભાગ લેવા માટે પાકિસ્તાન સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં સિદ્ધુએ પાકિસ્તાન જવા માટે વિદેશ મંત્રાલય પાસે અનુમતિ માંગી છે.
અમૃતસર: અમૃતસરમાં કૉંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ અને પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનના હોર્ડિંગ્સ લાગ્યા છે. હોર્ડિંગ્સમાં નવજોત સિંહ સિદ્ધુને અસલી હીરો ગણાવ્યો છે. વાસ્તવમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કરતારપુર કૉરિડોરમાં સામેલ થવા માટે સિદ્ધુને આમંત્રણ આપ્યું છે. સોમવારે પાકિસ્તાને કરતારપુર કૉરિડોરનો પ્રથમ પાસ જારી કરતા નવજોત સિદ્ધુને મોકલ્યું છે.
અમૃતસરમાં સિદ્ધુ અને ઇમરાન ખાનનું પોસ્ટર હરપાલ સિંહ વેરકાએ લગાવ્યું છે. વેરાકને સિદ્ધુના નજીકના માનવામાં આવે છે. પોસ્ટર લગાવ્યા બાદ હરપાલસિંહે વોટ્સએપથી સિદ્ધુને મોકલાવ્યું હતું. પોસ્ટને જોઈને સિદ્ધને આભાર પણ વ્યક્ત કર્યો.
ઉલ્લેખનીય કે પાકિસ્તાન જવા માટે નવજોત સિંહ સિદ્ધુએ વિદેશ મંત્રાલય અને પંજાબ સીએમ કેપ્ટન અમરિંદરસિંહે પત્ર લખીને મંજૂરી માંગી છે. વિદેશ મંત્રી એસ જયશંકરને લખેલા પત્રમાં સિદ્ધુએ જણાવ્યું કે તેને 9 નવેમ્બરે કરતારપુર સાહિબ કોરિડોરના ઉદ્ધઘાટન સમારોહમાં ભાગ લેવા માટે પાકિસ્તાન સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. મને આ પાવન અવસર પર પાકિસ્તાન જવાની અનુમતિ આપો. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઓગસ્ટમાં સિદ્ધુએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ જાવેદ બાજવાને ગળે મળ્યા હતા. ત્યારે સિદ્ધુને લઈને ઘણો વિવાદ થયો હતો.Punjab: Posters of former Punjab Minister Navjot Singh Sidhu and Pakistan PM Imran Khan seen in Amritsar. The posters read,"Navjot Singh Sidhu and Imran Khan are the real heroes, for opening Kartarpur Corridor." pic.twitter.com/9LlpzQWGhJ
— ANI (@ANI) November 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement