![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
NCPના વડા શરદ પવારને મળી જાનથી મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસ કમિશનરને મળ્યા સુપ્રિયા સુલે
ત્યારબાદ એનસીપીના સાંસદ અને પવારના પુત્રી સુપ્રિયા સુલેના નેતૃત્વમાં પાર્ટીનું પ્રતિનિધિમંડળ મુંબઈ પોલીસ કમિશનરને મળવા પહોંચ્યું હતું.
![NCPના વડા શરદ પવારને મળી જાનથી મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસ કમિશનરને મળ્યા સુપ્રિયા સુલે NCP Chief Sharad Pawar Receives Death Threat NCPના વડા શરદ પવારને મળી જાનથી મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસ કમિશનરને મળ્યા સુપ્રિયા સુલે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/09/8865480b3b0b571e16377a88f86813541686283521642626_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Death Threat: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારને વોટ્સએપ પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ત્યારબાદ એનસીપીના સાંસદ અને પવારના પુત્રી સુપ્રિયા સુલેના નેતૃત્વમાં પાર્ટીનું પ્રતિનિધિમંડળ મુંબઈ પોલીસ કમિશનરને મળવા પહોંચ્યું હતું. આ મામલે ધમકી આપનારા સામે કાર્યવાહીની માંગ કરી હતી.
#WATCH | Mumbai | "I received a message on WhatsApp for Pawar Sahab. He has been threatened through a website. So, I have come to the Police demanding justice. I urge Maharashtra Home Minister and Union Home Minister. Such actions are low-level politics and this should stop..,"… pic.twitter.com/C7zwuJlzQq
— ANI (@ANI) June 9, 2023
શરદ પવારને મળેલી ધમકી વિશે જાણકારી આપતા NCP સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે તેમને વોટ્સએપ પર શરદ પવાર માટે એક મેસેજ મળ્યો હતો. તેમને એક વેબસાઈટ મારફતે ધમકી આપવામાં આવી હતી. અમે પોલીસ પાસે ન્યાયની માંગ કરવા આવ્યા છીએ. હું મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાનને આ તરફ ધ્યાન આપવાની માંગણી કરું છું. આ પ્રકારની હરકતો ગંદુ રાજકારણ છે અને તે બંધ થવું જોઈએ.
સુલેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ગુનાખોરી વધી રહી છે. હું અમિત શાહને વિનંતી કરું છું કે કૃપા કરીને મહારાષ્ટ્ર પર ધ્યાન આપો, અહીં શું થઈ રહ્યું છે.
સુલેએ એમ પણ જણાવ્યું હતું કે જો મારા પિતાને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો તેના માટે ગૃહ મંત્રાલય જવાબદાર રહેશે. સુપ્રિયા સુલેએ પોલીસને ન્યાય માટે અપીલ કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારના ગૃહમંત્રીઓ પાસેથી કાર્યવાહીની માંગ કરી અને શરદ પવારને કોઈપણ નુકસાન માટે ગૃહ મંત્રાલયને જવાબદાર હોવાનું પણ જણાવ્યું હતું.
વોટ્સએપ પર આવેલા મેસેજમાં શું છે તે અંગે કોઇ સત્તાવાર જાણકારી અપાઇ નથી. સુપ્રિયા સુલે કે કોઈ પોલીસ અધિકારીએ આ અંગે કોઈ માહિતી આપી નથી. સુપ્રિયા સુલેના નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે પવારને મળેલી ધમકી રાજકીય હોઈ શકે છે.
આ પણ વાંચોઃ
ભારતમાં ડાયાબિટીસનો વિસ્ફોટ! દેશમાં ડાયાબિટીસ દર્દીઓનો આંકડો 10 કરોડને પાર; ICMR રિપોર્ટમાં ખુલાસો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)