શોધખોળ કરો
મોદી સરકાર 25 સપ્ટેમ્બરથી દેશભરમાં ફરી 46 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાદી દેશે ? ડિઝાસ્ટર ઓથોરિટીએ આપ્યો આદેશ ? મોદી સરકારે શું કહ્યું ?
દેશમાં હાલ કોરોના સંક્રમિતોની સંખ્યા 50 લાખ નજીક પહોંચવા આવી છે.
![મોદી સરકાર 25 સપ્ટેમ્બરથી દેશભરમાં ફરી 46 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાદી દેશે ? ડિઝાસ્ટર ઓથોરિટીએ આપ્યો આદેશ ? મોદી સરકારે શું કહ્યું ? NDMA claims government to re impose a nationwide lockdown from 25th September what is truth મોદી સરકાર 25 સપ્ટેમ્બરથી દેશભરમાં ફરી 46 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાદી દેશે ? ડિઝાસ્ટર ઓથોરિટીએ આપ્યો આદેશ ? મોદી સરકારે શું કહ્યું ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/14155443/lockdown-lock.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશમાં હાલ અનલોક-4 ચાલી રહ્યું છે અને ધીમે ધીમે બધુ ખૂલવા લાગ્યું છે. દેશમાં હાલ કોરોના સંક્રમિતોની સંખ્યા 50 લાખ નજીક પહોંચવા આવી છે ત્યારે સોશિયલ મીડિયા પર મોદી સરકાર 24 સપ્ટેમ્બરથી દેશભરમાં 46 દિવસનું લોકડાઉન લાદશે તેવો મેસેજ ફરતો થયો છે. નેશનલ ડિઝાસ્ટ મેનેજમેન્ટ ઓથોરિટીએ આ ઓર્ડર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
"દેશમાં રોકેટ ગતિએ વધી રહેલા કોવિડ-19 કેસો પર કાબુ મેળવવા અને મત્યુદરમાં ઘટાડો કરવા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આયોજન પંચની સાથે ભારત સરકારને વિંનતી કરી છે અને પ્રધાનમંત્રી કાર્યાલય તથા ગૃહ મંત્રાલયને 25 સપ્ટેમ્બર, 2020ની મધરાતથી દેશભરમાં 46 દિવસનું કડક લોકડાઉન નાંખવા કહ્યું છે. આ દરમિયાન દેશમાં જરૂરી સેવાઓ શરૂ રહેશે તેમ પણ મેસેજમાં જણાવામાં આવ્યું છે."
જેને લઈ એનડીએમએ કહ્યું આ તથ્યહિન વાત છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ઓર્ડર ફેક છે અને દેશમાં લોકડાઉન લાદવાનું સરકારનું કોઈ આયોજન નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)