(Source: ECI/ABP News/ABP Majha)
આંધ્ર પ્રદેશમાં મળ્યો કોરોનાનો નવો ‘સ્ટ્રેઈન’, હાલના વાયરસ કરતાં 15 ગણો વધારે ખતરનાક
વૈજ્ઞાનિકો અનુસાર, N440K વેરિઅન્ટ કોવિડ વાયરસ મુખ્ય રીતે દક્ષિણી રાજ્યો તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલા ભાગમાં જોવા મળે છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે ભારતમાં કોરોના વાયરસનો એપી સ્ટ્રેન વેરીયન્ટ સામે આવ્યો છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને N440K વેરીયન્ટ તરીકે ઓળખાય છે. આ વેરીયન્ટ 15 ગણો વધુ ખતરનાક છે. જેને કારણે 3 થી 4 દિવસમાં જ લોકો બિમાર પડી જાય છે. તે કુરનુલમાં સૌ પહેલા જોવાયો હતો. તે ઝડપથી ફેલાય છે અને તેને કારણે દર્દી વધુ ગંભીર બની જાય છે.
વૈજ્ઞાનિકો અનુસાર, N440K વેરિઅન્ટ કોવિડ વાયરસ મુખ્ય રીતે દક્ષિણી રાજ્યો તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલા ભાગમાં જોવા મળે છે.
સીસીએમબીના નિર્દેશક ડૉ રાકેશ મિશ્રા અનુસાર, ટૂંકા સમયગાળામાં મોટી માત્રામાં ચેપી વાયરસના ઉત્પન્ન કરવાની N440k મ્યુટન્ટ વેરિઅન્ટની ક્ષમતા ખૂબ વધારે છે.
દક્ષિણ ભારતમાં અત્યાર સુધી કોરોનાના 5 નવા વેરિયન્ટ મળી ચૂક્યા છે. તેમાં AP સ્ટ્રેઈન આંધ્ર પ્રદેશ, કર્ણાટક ને તેલંગાણામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેની અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળી છે. સૌથી પહેલા આ સ્ટ્રેઈનની ઓળખ આંધ્ર પ્રદેશના કુરનૂલમાં થઈ હતી. વિશાખાપટ્ટનમ અને રાજ્યના અન્ય ભાગમાં લોકોની વચ્ચે જે ડરનો માહોલ છે તેનું કારણ આ વેરિયન્ટ હોઈ શકે છે.
N440Kમાં સૌથી વધારે સંખ્યામાં વાયરસ ફેલાવવાની ક્ષમતા
સીસીએમબીના વૈજ્ઞાનિકોના અધ્યયન દરમિયાન જાણવા મળ્યું કે, “કોરોનાના N440k વેરિયન્ટમાં A2a પ્રોટોટાઈમ સ્ટ્રેનની તુલનામાં 15 ગણી વધારે વાયરસ ફેલાવવાની ક્ષમતા છે. કોરોનાનો A2a પ્રોટોટાઈમ સ્ટ્રેઈન વિશ્વભરમાં ફેલાયેલ છે. એવામાં અન્ય વાયરસની તુલનામાં કરોનાનો N440k વેરિયન્ટ ઓછા સમયમાં અનેક ગણા વધારે વાયરસ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે.”
એપી સ્ટ્રેન (AP Strain) એટલે N440K સ્ટ્રેનની શોધ પ્રથમ આંધ્રપ્રદેશના કુર્નુલમાં થઈ હતી. આ સ્ટ્રેન B1.617 અને B1.618 સ્ટ્રેન કરતાં વધુ શક્તિશાળી છે. વિશાખાપટ્ટનમના જિલ્લા કલેકટર વી.વિનય ચંદે જણાવ્યુ હતુ કે, હાલ CCMBમાં અનેક સ્ટ્રેનોની તપાસ કરવામાં આવી રહી છે. ક્યો સ્ટ્રેન કેટલો ખતરનાક છે, તે ફક્ત CCMBના વૈજ્ઞાનિકો જ કહી શકશે. પરંતુ તે સાચું છે કે નવો સ્ટ્રેન મળ્યો છે. તેના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
કોરોના વાયરસનો નવો એપી સ્ટ્રેન (AP Strain) એટલે કે N440K સ્ટ્રેન ઝડપથી વિકસી રહ્યો છે. તેનો ઇનક્યૂબેશન સમયગાળો અને બીમારી ફેલાવવાનો સમયગાળો ટૂંકોછે. તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેમજ વધુ લોકોને સંક્રમણ લગાવી રહ્યો છે. આ સ્ટ્રેનથી સંક્રમિત લોકો 3 થી 4 દિવસની અંદર જ ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે.