શોધખોળ કરો

New criminal Law : ઓનલાઈન FIR, વૃદ્ધ અને કિશોરને પોલીસ સ્ટેશન જવામાંથી મુક્તિ; જાણવા જેવી 10 બાબતો

ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા સહિત ત્રણ નવા કાયદા આજથી અમલમાં આવ્યા. નવા કાયદાનાં કારણે નાગરિકોને ઝીરો એફઆઈઆર સહિત અનેક મોટી સુવિધાઓ મળશે. પોલીસની જવાબદારી વધુ વધશે.

New Criminal Law : દેશની ન્યાય વ્યવસ્થામાં આજથી મોટો ફેરફાર અમલી થયા છે. IPC, CRPC અને ઈન્ડિયન એવિડન્સ એક્ટ, જે બ્રિટિશ કાળથી અમલમાં હતા, તે આજથી બદલાઈ ગયા છે. જૂના કાયદાની જગ્યા હવે ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ દ્વારા લઈ લેવામાં આવી છે. એટલું જ નહીં, ભારતીય ન્યાય સંહિતા હેઠળ દેશનો પહેલો કેસ દિલ્હીમાં રેલવે સ્ટેશન પાસે સ્ટ્રીટ વેન્ડર સામે નોંધવામાં આવ્યો. વિપક્ષી દળોનું કહેવું છે કે સરકારે આ કાયદાઓ ઉતાવળમાં લાવી છે અને સંસદમાં પૂરતી ચર્ચા થઈ નથી. સરકાર કહે છે કે હવે લોકોને સજાને બદલે ન્યાય મળશે અને અમે ગુલામીના પ્રતીકસમા જૂના કાયદેને ખતમ કરી દીધાની સાથે સાથે આધુનિક ભારત માટે આજનાં યુગનાં કાયદઓને અમલમાં લાવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા નવા કાયદાઓનાં અનેક લાભાલાભ વર્ણવામાં આવ્યા છે તો ચાલો આપણે અહીં જાણીએ કે ત્રણ નવા કાયદાથી શું બદલાયું અને તેના મુખ્ય નોંધપાત્ર 10 ફાયદા કે બદલાવ ક્યા છે. 

આ પણ વાંચો - New Criminal Laws : આ ખાસ છે 3 નવા કાયદાનાં ફાયદા ? ઈ-એફઆઈઆર, ઓનલાઈન નિર્ણયો

1.આ કાયદાઓમાં એવી જોગવાઈ છે કે ટ્રાયલ પૂર્ણ થયાનાં 45 દિવસમાં ચુકાદો આપવામાં આવે. આ સિવાય પ્રથમ સુનાવણીના 60 દિવસની અંદર આરોપો ઘડવામાં આવે.  

2.નવા કાયદા અનુસાર, કોઈપણ વ્યક્તિ દેશના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆર નોંધાવી શકે છે. તેનાથી ઓનલાઈન ફરિયાદો દાખલ કરવામાં મદદ મળશે અને ઈલેક્ટ્રોનિક માધ્યમથી પણ સમન્સ મોકલી શકાશે. 

3.તમામ ગંભીર ફોજદારી કેસોમાં ગુનાના સ્થળની વિડિયોગ્રાફી ફરજિયાત રહેશે. પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ઓનલાઈન સમન્સ મોકલવામાં આવશે. આ સિવાય કોર્ટમાં સમયરેખા મુજબ જ સુનાવણી હાથ ધરવામાં આવશે.

4.જો કોઈ પણ સંજોગોમાં પીડિતાને એફઆઈઆર નોંધાવવી હોય, તો તે પોલીસ સ્ટેશન ગયા વિના કરી શકે છે. આ સાથે તરત જ કેસ નોંધાશે અને પોલીસને પણ સમયસર કાર્યવાહી કરવાનો સમય મળશે.

5.ફરિયાદીને પણ તરત જ FIR ની કોપી મળશે. 

6.નવા કાયદા હેઠળ, મહિલાઓ અને બાળકો વિરુદ્ધ ગુનાનો ભોગ બનેલા લોકોને હોસ્પિટલોમાં મફત સારવાર મળશે. 

નવા કાયદામાં નાગરિકોને આ પ્રકારની સુવિધાઓ આપવામાં ઉપલબ્ધ છે

7.આ નિયમો સાક્ષીઓની સુરક્ષા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. તમામ રાજ્ય સરકારો સાક્ષી સુરક્ષા યોજના પર કામ કરશે. આનાથી લોકોનો ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ વધશે અને તેઓ મહત્ત્વના કેસોમાં પણ જુબાની આપતાં શરમાશે નહીં.

8.બળાત્કાર જેવા સંવેદનશીલ કેસમાં પીડિતાના નિવેદનનું ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ પોલીસ કરશે.

9.નવા નિયમો અનુસાર, 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોએ પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં પડે.

10.  આ સિવાય અપંગ અને ગંભીર રીતે બીમાર લોકોએ પણ પોલીસ સ્ટેશનમાં હાજર થવાની જરૂર રહેશે નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget