Lok Sabha Elections: દિલ્હીમાં ભાજપે પાંચ બેઠકો પર જાહેર કર્યા ઉમેદવાર, ચાર નવા ચહેરાને મળી ટિકિટ
ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. દિલ્હીની સાતમાંથી પાંચ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. દિલ્હીની સાતમાંથી પાંચ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. માત્ર ઉત્તર પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારી ટિકિટ બચાવવામાં સફળ રહ્યા હતા.ભાજપે તેમને રિપીટ કર્યા છે. નવી દિલ્હીથી કેન્દ્રીય રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી, ચાંદની ચોકથી ડૉ. હર્ષ વર્ધન, પશ્ચિમ દિલ્હીથી પ્રવેશ વર્મા અને દક્ષિણ દિલ્હીથી રમેશ બિધુડીની ટિકિટ કાપવામાં આવી છે.
સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરીને ટિકિટ મળી છે
પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજની પુત્રી બંસુરી સ્વરાજને નવી દિલ્હીથી, બિઝનેસ લીડર પ્રવીણ ખંડેલવાલને ચાંદની ચોકથી, દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રામવીર સિંહ બિધુડીને દક્ષિણ દિલ્હીથી અને પૂર્વ મેયર કમલજીત સેહરાવતને પશ્ચિમ દિલ્હીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ગંભીરની સીટ માટેના ઉમેદવારની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી
પૂર્વ દિલ્હી અને ઉત્તર-પશ્ચિમ દિલ્હીના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી. પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે રાજકારણ છોડવાની જાહેરાત કરી છે. અહીંથી નવા ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તર-પશ્ચિમ દિલ્હીના સાંસદ હંસરાજ હંસની ટિકિટ પણ રદ કરવામાં આવશે.
લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આજે દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે, આજે ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાતની અન્ય 11 બેઠકોના ઉમેદવારના નામનું એલાન એક સપ્તાહમાં થશે.
તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોના નામ પર અંતિમ નિર્ણય લેવા માટે 29 ફેબ્રુઆરીએ દિલ્હીમાં બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજાઈ હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. રાત્રે લગભગ 1.30 વાગ્યા સુધી ભાજપના આગેવાનો ભાજપના મુખ્યાલયમાં અવર જવર જોવા મળી હતી.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial