Amarnath Yatra 2025: અમરનાથ યાત્રા માટે નવી માર્ગદર્શિકા જાહેરી, હેલિકોપ્ટર સેવા અંગે લેવાયો આ મહત્વનો નિર્ણય
Amarnath Yatra 2025: આ વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ રહેશે નહીં. અમરનાથજી શ્રાઇન બોર્ડ અનુસાર, પહેલગામ અને બાલતાલ રૂટને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

Amarnath Yatra 2025:અમરનાથ યાત્રામાં યાત્રીઓની સુરક્ષાને લઈ સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમરનાથ યાત્રામાં હેલિકોપ્ટર સેવા બંધ કરવામાં આવી છે. આ વર્ષે યાત્રાળુઓ માટે હેલિકોપ્ટર સેવા બંધ કરવામાં આવી છે.તીર્થયાત્રાના રૂટને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. 1 જુલાઈથી 10 ઓગષ્ટ સુધી તિર્થયાત્રાનો રૂટ નો ફ્લાઈંગ ઝોન જાહેર કરાયો છે. 3 જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થવાનો છે.
અમરનાથ યાત્રા પર ડ્રોનની મદદથી બાજ રખાશે
શ્રદ્ધાળુઓ પગપાળા, ઘોડા અથવા પાલખી પર મુસાફરી કરી શકે છે. યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 9 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ વખતે ઓનલાઈન બુકિંગ અને અલગ ભાડાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે નહીં.
બાબા અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ રહી છે, જે 38 દિવસની હશે અને 9 ઓગસ્ટ, રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે. પહેલગામ અને બાલતાલ રૂટથી દર વર્ષે હેલિકોપ્ટર સેવા ચાલતી હતી. બંને રૂટ માટે ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું હતું અને અલગ અલગ ભાડા નક્કી કરવામાં આવ્યા હતા. નો ફ્લાઈંગ ઝોન જાહેર થવાને કારણે હેલિકોપ્ટર સેવા ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, અમરનાથ યાત્રા દર વર્ષે લગભગ 45 થી 60 દિવસ ચાલે છે. ગયા વર્ષે, તે 29 જૂનથી શરૂ થઈ હતી અને 19 ઓગસ્ટ, રક્ષાબંધનના દિવસે સુધી ચાલુ રહી હતી. પહેલગામ રૂટ દ્વારા મુસાફરી 48 કિમી છે પણ એકદમ સરળ છે. બાલટાલ રૂટ પરથી મુસાફરી કરવાનું અંતર ફક્ત 14 કિલોમીટર છે, પરંતુ તે ખૂબ જ મુશ્કેલ માર્ગ માનવામાં આવે છે.
ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે રજીસ્ટ્રેશન
ગયા વર્ષે, અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન 17 એપ્રિલથી શરૂ થયું હતું. રજીસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમો દ્વારા લેવામાં આવે છે. આ વખતે પણ આવી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ બેઠકની અધ્યક્ષતા અમરનાથ શ્રાઇન બોર્ડના અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિંહાએ કરી હતી, જેમાં જમ્મુ કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાત, મુખ્ય સચિવ અટલ ધુલ્લુ અને અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે નોંધણી પ્રક્રિયા 15 માર્ચ, 2025 થી શરૂ થશે, જેમાં પહેલા આવો પહેલા મેળવોના ધોરણે પરમિટ આપવામાં આવશે. માર્ગદર્શિકામાં જણાવાયું છે કે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 75 વર્ષથી વધુ ઉંમરના લોકો નોંધણી માટે પાત્ર રહેશે નહીં. અમરનાથ યાત્રા શરૂ કરતા પહેલા, બધા યાત્રાળુઓએ ફરજિયાત આરોગ્ય પ્રમાણપત્ર બતાવવું પડશે. દરેક યાત્રાળુને ફક્ત એક જ મુસાફરી પરમિટની મંજૂરી આપવામાં આવશે, જે ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.
પીડીપીના ધારાસભ્ય વહીદ ઉર રહેમાન પરાએ અમરનાથ યાત્રાના બાલટાલ રૂટથી પવિત્ર ગુફા સુધીના રસ્તાના નિર્માણનો વિરોધ કર્યો છે. તેમણે રાજ્ય વિધાનસભામાં એક પ્રશ્ન દ્વારા આ મુદ્દો ઉઠાવ્યો. નાયબ મુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરીએ તેમના નિવેદનોને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યા.





















