New Parliament Inauguration: કેવી હતી નવી સંસદમાં PM મોદીની એન્ટ્રી? જુઓ Video
પૂજા કર્યા બાદ વડાપ્રધાને લોકસભા ચેમ્બરમાં સ્પીકરની ખુરશીની બાજુમાં 'સેંગોલ' સ્થાપિત કર્યું હતું. તેમણે તેની સમક્ષ પ્રણામ કર્યા અને તમિલનાડુના તમામ મંદિરોના આશીર્વાદ માંગ્યા હતાં.
PM Modi In News Parliament Building: નવી સંસદ ભવન પહોંચતા પીએમ નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસદમાં સાંસદોએ તાળીઓના ગડગડાટ સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું. ચારેબાજુ 'ભારત માતા કી જય' અને 'મોદી મોદી'ના નારા ગુંજી રહ્યા હતા. તમામ સાંસદો અને મુખ્યમંત્રીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તાળીઓનો ગડગડાટ જાણો અટકવાનું નામ જ નહોતો લઈ રહ્યો. આ પ્રસંગે વડાપ્રધાન મોદી અને લોકસભા અધ્યક્ષનું ભાષણ પણ થયું હતું.
પૂજા કર્યા બાદ વડાપ્રધાને લોકસભા ચેમ્બરમાં સ્પીકરની ખુરશીની બાજુમાં 'સેંગોલ' સ્થાપિત કર્યું હતું. તેમણે તેની સમક્ષ પ્રણામ કર્યા અને તમિલનાડુના તમામ મંદિરોના આશીર્વાદ માંગ્યા હતાં. આ દરમિયાન તેમણે હાથમાં પવિત્ર રાજદંડ લઈને તમિલનાડુના વિવિધ પૂજારીઓના આશીર્વાદ પણ લીધા હતા.
#WATCH | PM Modi enters new Parliament amid 'Modi, Modi' chants and standing ovation. pic.twitter.com/JRNSIImVjm
— ANI (@ANI) May 28, 2023
ઓમ બિરલાએ શું કહ્યું?
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે, સ્પીકરની ખુરશીની પાસે સેંગોલ સ્થાપિત કરીને પીએમ મોદીએ દેશની સાંસ્કૃતિક પરંપરાને ન માત્ર દોહરાવી છે, પરંતુ તેને એક નવો આયામ પણ આપ્યો છે. જ્યારે સંસદની નવી ઇમારતના ઉદ્ઘાટન પર પીએમ મોદી અને લોકસભા સ્પીકર સહિત અન્ય નેતાઓએ નવી ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
'દરેક ભારતીય ગર્વથી ભરેલો'
આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "આજે નવા સંસદ ભવનને જોઈને દરેક ભારતીય ગર્વથી ભરેલો છે. તેમાં સ્થાપત્ય, વારસો, કલા, કૌશલ્ય, સંસ્કૃતિ અને બંધારણ પણ છે. લોકસભાનો અંદરનો ભાગ રાષ્ટ્રીય પક્ષી મોર પર આધારિત છે. જ્યારે રાજ્યસભાનો અંદરનો ભાગ રાષ્ટ્રીય ફૂલ કમળ પર આધારિત છે. સંસદના પરિસરમાં રાષ્ટ્રીય વટવૃક્ષ પણ છે. તેમણે કહ્યું હતું કે, આ નવી ઇમારત આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવાનું માધ્યમ બનશે. આ નવી ઇમારત આત્મનિર્ભર ભારતના સૂર્યોદયની સાક્ષી બનશે.
PM Modi Speech: 'જ્યારે ભારત આગળ વધે છે ત્યારે દુનિયા આગળ વધે છે', -નવા સંસદ ભવનમાં બોલ્યા પીએમ મોદી
આજે દિલ્હીમાં નવા સંસદ ભવનનું આજે પીએમ મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉદઘાટન કર્યુ છે. નવા સંસદ ભવનનાં ઉદઘાટનમાં બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે -દેશની વિકાસયાત્રામાં કેટલીક ક્ષણો અમર બની જાય છે. 28 મે આવો જ એક દિવસ છે. તેમને આગળ કહ્યું આ માત્ર એક ઇમારત નથી, પરંતુ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રતિબિંબ છે.
પીએમ મોદીએ નવા સંસદ ભવનના ઉદઘાટન પ્રસંગે કહ્યું કે, આજનો દિવસ દેશ માટે શુભ દિવસ છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ અમૃત મહોત્સવમાં ભારતની જનતાએ સંસદની આ નવી ઇમારત તેમની લોકશાહીને ભેટ આપી છે. આજે સવારે સંસદ ભવન સંકુલમાં સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું, હું ભારતીય લોકશાહીની આ સુવર્ણ ક્ષણ માટે તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવું છું.