શોધખોળ કરો
Advertisement
મોટા મોટા મેમોથી ડરવાની જરૂર નથી, માત્ર 100 રૂપિયા આપીને પણ રદ્દ કરાવી શકો છો ચાલાન
તેના માટે એક શરત છે જે તમારે પૂરી કરવી પડશે પછી જ તમારો મેનો રદ્દ થશે.
નવી દિલ્હીઃ જ્યારથી નવો મોટર વ્હીકલ સંશોધન એક્ટ લાગુ થયો ત્યારથી લોકોનો મોટી રકમના મેમો મળી રહ્યા છે. ભારે રકમનો દંડ લાગવથી લોકો ડરના માહોલમાં જીવી રહ્યા છે અને જરૂરી ડોક્યુમેન્ટ મેળવવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. એવામાં તમને જાણવા મળે કે તમારા ભારે રકમનો મેમો માત્ર 100 રૂપિયામાં રદ્દ થઈ જાય તો તમે શું કરો. આ ખાસ નિયમ વિશે વાહન ચાલકોને જાણકારી ન હોવાથી લોકોને વધારે મુશ્કેલી થઈ રહી છે.
તમને ગમે તેટલી ભારી રકમને મેનો મળ્યો હશે તો તે માત્ર 100 રૂપિયામાં રદ્દ થઈ જશે. જોકે તેના માટે એક શરત છે જે તમારે પૂરી કરવી પડશે પછી જ તમારો મેનો રદ્દ થશે. દરેક ડોક્યુમેન્ટ જેવા કે વગર ઈન્શ્યોરેન્સ, વગર આરસી, વગર લાઈસેન્સ, પીયુસી જેવા કાગળો બતાવીને 100-100 રૂપિયા આપીને છુટી શકો છો.
આ બધામાં સૌથી જરૂરી વાત એ છે કે તેના માટે તમને 15 દિવસનો સમયગાળો મળશે. આ નિયમોની જાણકારી ન હોવાના કારણે વાહન ચાલક ઘણીવાર પૂરા પૈસા જમા કરાવી દે છે. મેમો મળવા પર તમે સંબંધિત પ્લાનિંગ બ્રાંચમાં જઈને પોતાના દસ્તાવેજ ચેક કરાવીને ચલણ માફ કરાવી શકો છો પરંતુ આ દસ્તાવેજ ચલણ બન્યા એ પહેલાના હોવા જોઈએ.
જે વાહનો જપ્ત કરવામાં આવ્યા હોય તેના વિશે પણ આ પ્રક્રિયા છે. પ્લાનિંગ બ્રાંચમાં જઈને જે પણ મુદ્દાને લઈને મેમો ફાટ્યો હોય તેની તપાસ કરાવવી પડે છે. જો તમારી પાસે તે દસ્તાવેજ પહેલાથી જ બનાવેલા હોય તો તમારો મેમો રદ્દ થઈ જશે અને તમારા પૈસા પાછા આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement