Corona Update: કોરોનાનો કેર યથાવત, 24 કલાકમાં નોંધાયા 2119 નવા કેસો, એક્ટિવ દર્દીઓ 25 હજારને પાર
નવા આંકડા અનુસાર, દૈનિક સંક્રમણ દર 0.85 ટકા છે, જ્યારે સપ્તાહિક સંક્રમણ દર 0.97 ટકા છે. દેશમાં અત્યાર સુધી કુલ 4 કરોડ 40 લાખ 84 હજાર 646 લોકો સંક્રમણ મુક્ત થઇ ચૂક્યા છે
Covid News: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) નો ખતરો હજુ પુરેપુરી રીતે ટળ્યો નથી. છેલ્લા 24 કલાકમાં જો વાત કરવામાં આવે તો દેશમાં 2 હજાર 119 નવા કેસો સામે આવ્યા છે. નવા કેસો સામે આવ્યા બાદ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 4 કરોડ 46 લાખ 38 હજાર 636 થઇ ગઇ છે. વળી, એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 25 હજાર 37 રહી ગઇ છે.
કોરોનાથી મોત -
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી ગુરુવારે સવારે આઠ વાગે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં સંક્રમણથી 10 વધુ લોકોના મોત થયા છે. આ પછી મરનારાઓની સંખ્યા વધીને 5 લાખ 28 હજાર 953 પર પહોંચી ગઇ છે. આ પહેલા એક દિવસ પહેલા ગુરુવારે દેશમાં કોરોનાના 2 હજાર 141 નવા કેસો નોંધાયા છે. જ્યારે 20 લોકોના મોત થયા છે. કાલની સરખામણીમાં આજે નવા સંક્રમિતોની સંખ્યામાં 22 લોકોની કમી નોંધાઇ છે.
એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટી -
આંકડા અનુસાર, દેશમાં કોરોના વાયરસ સંક્રમણના એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 25 હજાર 37 રહી ગઇ છે. જે કુલ કેસોના 0.06 ટકા છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ દર્દીઓની સંખ્યામાં 473 ની કમી નોંધવામાં આવી છે. વળી, દર્દીઓના ઠીક થવાતી રાષ્ટ્રીય દર વધીને 98.76 ટકા થઇ ગયો છે.
નવા આંકડા અનુસાર, દૈનિક સંક્રમણ દર 0.85 ટકા છે, જ્યારે સપ્તાહિક સંક્રમણ દર 0.97 ટકા છે. દેશમાં અત્યાર સુધી કુલ 4 કરોડ 40 લાખ 84 હજાર 646 લોકો સંક્રમણ મુક્ત થઇ ચૂક્યા છે અને કૉવિડ-19થી મૃત્યુદર 1.19 ટકા છે. વળી, રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત હજુ સુધી કૉવિડ-19 રોધી સીકના 219 કરોડ 50 લાખ 97 હજાર 574 કરોડ ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે.
XBB Omicron Sub Variant: મહારાષ્ટ્રમાં વધતા કોરોના કેસ, ઓમિક્રોન XBB સબ વેરિયન્ટના આટલા દર્દી નોંધાયા
XBB Sub-Variant Case In Maharashtra: મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. દરમિયાન, ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટના કેસ પણ ઝડપથી સામે આવી રહ્યા છે. રાજ્યમાં બુધવાર (19 ઓક્ટોબર) સુધીમાં ઓમિક્રોનના XBB સબ-વેરિયન્ટના 18 કેસ મળી આવ્યા છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર સરકારે XBB વેરિઅન્ટ માટે લોકોને એલર્ટ કર્યા છે અને કોવિડ-19 પ્રોટોકોલનું પાલન સલાહ આપી છે.
મુંબઈ સિવિક બોડીએ મંગળવારે (18 ઓક્ટોબર) એક એડવાઈઝરી જાહેર કરીને લોકોને આગામી તહેવારોની મોસમ પહેલા COVID-19 નિવારણના નિયમોનું પાલન કરવા વિનંતી કરી હતી જેથી કેસની સંખ્યામાં વધુ વધારો થતો અટકાવી શકાય. મુંબઈમાં ઓક્ટોબરના બીજા અઠવાડિયા સુધી દૈનિક કેસોમાં વધારો જોવા મળ્યો છે.
XBB સબ-વેરિઅન્ટનો ખતરો વધ્યોઃ ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટ XBBનો ખતરો પણ વધી ગયો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં XBB વેરિયન્ટના 18 કેસ નોંધાયા છે. નિષ્ણાતો કહે છે કે XBB અન્ય તમામ સબ-વેરિયન્ટમાં પ્રભુત્વ ધરાવે છે. તે વિશ્વના ઘણા ભાગોમાં જોવા મળ્યો છે. XBB એ Omicron ના BA.2.75 અને BJ.1 સબ-વેરિયન્ટનો એક હાઈબ્રિડ વેરિયન્ટ છે.
નવા સબ વેરિયન્ટ અંગે ડૉક્ટરનું શું કહેવું છે?
CII પબ્લિક હેલ્થ કાઉન્સિલના પ્રમુખ અને AIIMSના ભૂતપૂર્વ નિયામક ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કોવિડ-19ના નવા વેરિયન્ટ આવવાની શક્યતા પહેલેથી રાખવામાં આવી રહી છે જેમાં મ્યુટેશન થવાનો ટ્રેન્ડ છે. હવે પરિસ્થિતિ અલગ છે, અગાઉ લોકોનું રસીકરણ થયું નહોતું, પરંતુ હવે લોકોએ કોરોના પ્રતિરોધક રસી લીધેલી છે અને વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવી છે.